ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jamnagar : 15 વર્ષીય સગીરા પર હવસખોર કુટુંબી શખ્સે દુષ્કર્મ આચર્યું, પછી કર્યો આપઘાતનો પ્રયાસ

સગીરાને પ્રસુતિની પીડા ઉપડતા હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો.
04:28 PM Apr 01, 2025 IST | Vipul Sen
સગીરાને પ્રસુતિની પીડા ઉપડતા હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો.
Jamnagar_Gujarat_first main
  1. Jamnagar નાં નવાનાગના ગામમાં એક સગીરા સાથે દુષ્કર્મનો મામલો
  2. પરિજન દ્વારા જ સગીરાને હવસનો શિકાર બનાવવામાં આવી હતી
  3. પ્રસુતિની પીડા થતાં હોસ્પિટલ ખસેડાઈ, સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો
  4. ગુનો નોંધાતા આરોપીએ આપઘાતનો પ્રયાસ કરતા હોસ્પિટલમાં ખસેડાયો

જામનગરનાં (Jamnagar) નવાનાગના ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 15 વર્ષીય સગીરા પર કુટુંબનાં સભ્યે દુષ્કર્મ આચર્યું હતું. દરમિયાન, સગીરાને પ્રસુતિની પીડા ઉપડતા હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો. આ મામલે ગુનો નોંધાતા આરોપીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. હાલ, આરોપી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Deesa SDM : પ્રાંત અધિકારીની ગંભીર બેદરકારી ફટાકડા ફેક્ટરીમાં થયેલા નિર્દોષોના મોત માટે જવાબદાર

15 વર્ષીય સગીરા પર એક કુટુંબી શખ્સે દુષ્કર્મ આચર્યું

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગરના (Jamnagar) નવાનાગના ગામમાં ધો. 10 માં અભ્યાસ કરતી એક 15 વર્ષીય સગીરા પર તેણીનાં જ એક કુટુંબી શખ્સે દુષ્કર્મ આચરી હવસનો શિકાર બનાવી હતી. બળાત્કાર બાદ સગીરાને પ્રસુતિની પીડા ઉપડતા જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં (GG Hospital) દાખલ કરવામાં આવી હતી. અહીં, તબીબોએ તેણીને ગર્ભવતી જાહેર કરી હતી એટલું જ નહીં, પીડિતાએ એક મૃત બાળકને જન્મ આપ્યો હતો. આ બનાવ બાદ પોલીસે સમગ્ર મામલે સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમ કુટુંબ સભ્ય સામે દુષ્કર્મ અંગે ગુન્હો દાખલ કર્યો હતો.

આ પણ વાંચો - Fire Explosion: ડીસાનો ફટાકડા ફેક્ટરી અગ્નિકાંડ, હોમાઈ ગઈ 18 નિર્દોષ જિંદગીઓ, મુખ્યમંત્રીએ લીધી ગંભીર નોંધ

આરોપીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો

દુષ્કર્મનાં આરોપ હેઠળ પોતાની સામે ગુનો દાખલ થતાં આરોપીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. આથી, આરોપીને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલ, તેની સારવાર ચાલી રહી છે. આ મામલે, પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે, આ બનાવને પગલે નવાનાગ ગામમાં ભારે ચર્ચા શરૂ થઈ છે.

આ પણ વાંચો - Gujarat : રાજ્યમાં કમોસમી વરસાદ ખેડૂતો માટે આફત બનશે, જાણો શું છે અંબાલાલ પટેલની આગાહી

Tags :
Crime Newsgirl harassed by family memberGovernment GG HospitalGUJARAT FIRST NEWSJamnagarJamnagar PoliceNawanagna VillageTop Gujarati News
Next Article