Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar Accident News: કાળમુખી કારે 5 વર્ષની માસૂમનો જીવ લીધો, હચમચાવી દે તેવા CCTV આવ્યા સામે

Jamnagar Accident News: શહેરના કાલાવડ નાકા બહાર એક કાળજું કંપાવનારી અકસ્માતની (Accident) ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવતી એક કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર (Collision) થતા બાઈક પર સવાર પિતા-પુત્રી રસ્તા પર ફંગોળાયા હતા.
jamnagar accident news  કાળમુખી કારે 5 વર્ષની માસૂમનો જીવ લીધો  હચમચાવી દે તેવા cctv આવ્યા સામે
Advertisement
  • Jamnagar ના કાલાવડ અકસ્માતમાં બાળકીનું મોત
  • કાલાવડ નાકા પાસે કાર અને બાઈક વચ્ચે થઈ હતી ટક્કર
  • અકસ્માતમાં બાઈક સવાર પિતા-પુત્રી થયા ઈજાગ્રસ્ત
  • હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ 5 વર્ષની બાળકીનું મોત
  • અકસ્માતની ઘટનાના લાઈવ CCTV ફૂટેજ આવ્યા સામે
  • કાર ચાલક સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરાઈ

Jamnagar Accident News: શહેરના કાલાવડ નાકા બહાર એક કાળજું કંપાવનારી અકસ્માતની (Accident) ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવતી એક કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર (Collision) થતા બાઈક પર સવાર પિતા-પુત્રી રસ્તા પર ફંગોળાયા હતા. આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી 5 વર્ષની માસૂમ બાળકીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત (Death) નીપજ્યું છે.

Jamnagar Accident News-Gujarat first

Advertisement

Jamnagar ના કાલાવડ અકસ્માતમાં બાળકીનું મોત

મળતી માહિતી મુજબ, જામનગરના કાલાવડ નાકા બહાર બાઈક લઈને જઈ રહેલા પિતા અને તેમની પાંચ વર્ષની પુત્રીને એક કારે અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે પિતા-પુત્રી બંનેને ગંભીર ઈજાઓ (Injuries) પહોંચી હતી. અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળા (Crowd) એકઠા થઈ ગયા હતા. સ્થાનિકોની મદદથી બંનેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે ટૂંકી સારવાર બાદ માસૂમ બાળકીએ દમ તોડ્યો હતો.

Advertisement

CCTV ફૂટેજ આવ્યા સામે

આ સમગ્ર અકસ્માતની ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ (CCTV Footage) સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે કાર ચાલકે બાઈકને ટક્કર મારી હતી. આ ફૂટેજના આધારે પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે.

Jamnagar Accident News-Gujarat first

પોલીસ કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ સિટી-એ ડિવિઝન પોલીસની ટુકડી ઘટનાસ્થળે દોડી આવી હતી અને રસ્તા પર એકઠું થયેલું ટોળું વિખેર્યું હતું. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી, ફરિયાદ (Complaint) દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માસૂમ બાળકીના મોતના સમાચારથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ પણ વાંચો: AMC Election 2026: અમદાવાદ મનપા મતદાનના આંકડા આવ્યા સામે, જાણો કયા વિસ્તારમાં કેટલું થયું મતદાન?

Tags :
Advertisement

.

×