Jamnagar : ધ્રોલ-જાલીયા-માનસર રોડ પર અકસ્માત, બાઇકચાલકનું મોત!
- Jamnagar માં શ્વાન આડું ઉતરતા બાઈક ચાલકનું મોત
- ધ્રોલ-જાલીયા-માનસર રોડ પર શ્વાન આડું ઉતરતા બાઇકચાલક સ્લીપ થયા
- 41 વર્ષીય દિનેશભાઈ લીંબડીયાને માથાનાં ભાગે ગંભીર ઇજા પહોંચી
- હોસ્પિટલમાં ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યા
Jamnagar : જામનગરમાં રોડ અકસ્માતમાં 41 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે. ધ્રોલ-જાલીયા-માનસર રોડ (Dhrol-Jaliya-Mansar Road) પર અચાનક એક શ્વાન વચ્ચે આવી જતાં બાઇક સવાર શખ્સ પટકાયા હતા. અકસ્માતમાં માથાનાં ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. સ્થાનિકો દ્વારા ઇજાગ્રસ્ત શખ્સને હોસ્પિટલ ખસેડાતા ફરજ પરનાં તબીબે મૃત જાહેર કર્યા હતા.
આ પણ વાંચો - Gandhinagar: દહેગામમાં અપહરણ કેસમાં રોજેરોજ નવા ખુલાસા, યુવતીએ આપ્યું ચોંકાવનારુ નિવેદન
Jamnagar માં શ્વાન આડું ઉતરતા બાઈક ચાલકનું મોત
જામનગરનાં (Jamnagar) ધ્રોલ-જાલીયા-માનસર રોડ પર સર્જાયેલા અકસ્માતમાં 41 વર્ષીય શખ્સનું મોત નીપજ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર, દિનેશભાઈ લીંબડીયા નામનાં વ્યક્તિ તેમની બાઇક પર ધ્રોલ-જાલીયા-માનસર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન, તેમની બાઇક સામે અચાનક એક શ્વાન આવી ગયું હતું. આથી, દિનેશભાઈએ બાઇક પરનું સંતુલન ગુમાવ્યું હતું અને નીચે પટકાયા હતા. અકસ્માતમાં દિનેશભાઈને માથાનાં ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આ પણ વાંચો - Rajkot : પાટીદાર દીકરી પાયલ ગોટીને લઈ પુરુષોત્તમ પીપળીયાની પોસ્ટ વાઇરલ!
હોસ્પિટલમાં તબીબે મૃત જાહેર કર્યા, પરિવારનો સંપર્ક સાધવા પ્રયાસ
સ્થાનિક લોકો દ્વારા ઇજાગ્રસ્ત દિનેશભાઈને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ, ત્યાં ફરજ પર હાજર તબીબે દિનેશભાઈને મૃત જાહેર કર્યા છે. આ ઘટના અંગે જાણ થતાં સ્થાનિક પોલીસની (Jamnagar Police) ટીમ હોસ્પિટલ પહોંચી છે અને મૃતક દિનેશભાઈના પરિવારનો સંપર્ક સાધવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Gandhinagar Mega demolition: ગેરકાયદેસર દબાણો હટાવી 1000 કરોડની જગ્યા ખુલ્લી કરાઇ