Jamnagar: અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રએ સહપરિવાર ગરબા રમ્યા
- Jamnagar: જુનિયર ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની સહિતના પરિવાર સાથે વનતારામાં રાતવાસો કર્યો
- અનંત અને રાધિકા અંબાણી પણ ગરબામાં ઘુમતા જોવા મળ્યા
- વનતારા પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
Jamnagar: અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ગુજરાત મુલાકાતે આવ્યો છે. જેમાં જુનિયર ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની સહિતના પરિવાર સાથે વનતારામાં રાતવાસો કર્યો છે. વનતારા મુલાકાત દરમિયાન જુનિયર ટ્રમ્પને ગુજરાતી રંગ લાગ્યો હતો. રિલાયન્સ ગ્રીન્સમાં અમેરિકન રાષ્ટ્રપતિના જુનિયરે દાંડિયા રાસ રમ્યા છે. જેમાં દાંડિયા રાસ સાથે ગરબાનો જલસો માણ્યો છે.
અનંત અને રાધિકા અંબાણી પણ ગરબામાં ઘુમતા જોવા મળ્યા
ઉલ્લેખનીય છે કે અનંત અને રાધિકા અંબાણી પણ ગરબામાં ઘુમતા જોવા મળ્યા છે. જેમાં આજે જુનિયર ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની સહિતના પરિવાર સાથે વનતારાની મુલાકાત લેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે ગુરુવારે પહેલીવાર તાજમહેલની મુલાકાત લીધી હતી. તેમણે બેન્ચ પર તેમની ગર્લફ્રેન્ડ સાથે ફોટો પડાવ્યો હતો. તેમણે મુઘલ સમ્રાટ શાહજહાં અને તેમની પત્ની મુમતાઝ મહેલની કબરની પણ મુલાકાત લીધી હતી. તેમણે તાજમહેલ સંકુલમાં લગભગ 45 મિનિટ વિતાવી હતી.
Jamnagar: કોન્ટિનેન્ટલ અને ભારતીય વાનગીઓ પીરસવામાં આવી
ટ્રમ્પ જુનિયર બપોરે 1:30 વાગ્યે ખાસ ફ્લાઇટ દ્વારા આગ્રાના ખેરિયા એરપોર્ટ પર પહોંચ્યા હતા. એરપોર્ટથી તેઓ અમર વિલાસ ઓબેરોય હોટેલ ગયા. તેમના માટે કોહિનૂર સ્યુટ બુક કરવામાં આવ્યો હતો. આ સ્યુટનો પ્રતિ રાત્રિનો ખર્ચ 700,000 થી 800,000 રૂપિયા છે. તેઓ ત્યાં થોડો સમય રોકાયા અને બપોરનું ભોજન કર્યું. તેમને કોન્ટિનેન્ટલ અને ભારતીય વાનગીઓ પીરસવામાં આવી હતી.
વનતારા પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર તેની ગર્લફ્રેન્ડ સાથે રાત્રે જામનગર આવી પહોંચ્યા હતા. તેઓ સાંજે 7:30 વાગ્યા બાદ જામનગર એરપોર્ટ પર ઉતર્યા હતા. એરપોર્ટ પરથી તેઓ રિલાયન્સ દ્વારા સંચાલિત 'વનતારા' ખાતે ગયા હતા. ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત અને વાહનોનો મોટો કાફલા સાથે હતો. વનતારા પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: LIVE: Amit Shah visit to Gujarat: અમિત શાહ કચ્છ અને મોરબીના પ્રવાસે, બીએસએફના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે