Jamnagar : શિસ્ત માટે જાણીતી બાલાચડી સૈનિક સ્કૂલ વિવાદમાં સપડાઈ, વાલીઓમાં રોષ!
- શિસ્ત માટે જાણીતી Jamnagar ની બાલાચડી સૈનિક સ્કૂલ આવી વિવાદમાં
- સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓનાં રેગિંગનો વીડિયો વાઇરલ!
- સિનિયર વિદ્યાર્થીઓ માર મારતો હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો!
- જામનગર જિલ્લા કલેક્ટરને રેગિંગ અંગે અગાઉ રજૂઆત કરાઈ હોવાનું વાલીઓએ જણાવ્યું
Jamnagar : શિસ્ત માટે જાણીતી જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલ (Balachadi Sainik School) વિવાદમાં આવી છે. સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓનાં રેગિંગનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં મોટો વિવાદ સર્જાયો છે. સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હોવાનો વાલીઓએ આક્ષેપ પણ કર્યા છે. આ સાથે વાલીઓનું એવું પણ કહેવું છે કે બે દિવસ પહેલા જ જામનગર જિલ્લા કલેક્ટરને રેગિંગ અંગે રજૂઆત પણ કરાઈ હતી. ત્યારે હવે રેગિંગનો વીડિયો વાઇરલ (Viral Video) થતા શાળાનાં સંચાલકો સામે અનેક સવાલો ઊભા થયા છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
Jamnagar ની બાલાચડી સૈનિક સ્કૂલ વિવાદમાં, રેગિંગનો વીડિયો વાઇરલ!
પ્રાપ્ત માહિતી અનુસાર, શિસ્ત માટે જાણીતી જામનગરની (Jamnagar) બાલાચડી સૈનિક સ્કૂલ મોટા વિવાદમાં સપડાઈ છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર શાળાનાં સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓનાં રેગિંગનો કથિત વીડિયો વાઇરલ થતાં આ વિવાદ સર્જાયો છે. વિદ્યાર્થીઓને માર મારવામાં આવતો હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પીડિત વિદ્યાર્થીઓનાં વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે યોગ્ય કાર્યવાહીની માગ ઊઠી છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો- Tapi માં ઉકાઈથી Surat ના માંડવી તરફના માર્ગ પર થાય છે કટકી!
2 દિવસ પહેલા જ વાલીઓએ જામનગર કલેક્ટરને કરી હતી રજૂઆત
વાલીઓનો આરોપ છે કે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓને માર મારી રેગિંગ કરવામાં આવી. તેમણે જણાવ્યું કે, બે દિવસ પહેલા જ સ્કૂલમાં (Balachadi Sainik School) વિધાર્થીઓને માર મારવામાં આવ્યો હોવાની જામનગર જિલ્લા કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી હતી. ત્યારે હવે રેગિંગનો કથિત વીડિયો સામે આવતા શાળા સંચાલકો સામે અનેક સવાલ ઊભા થયા છે.
ગુજરાત ફર્સ્ટનાં સળગતા સવાલ!
- વિદ્યાર્થીઓની દાદાગીરી પર રોક ક્યારે લાગશે?
- રેગિંગ થઈ રહ્યું છે તો શું કરી રહ્યાં છે સત્તાધીશો?
- રેગિંગનાં દૂષણ પર રોક ક્યારે લગાવવામાં આવશે?
- વિદ્યાનાં ધામમાં રેગિંગનું દૂષણ ક્યારે અટકશે?
- વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ સાથે કયાં સુધી રમશો?
આ પણ વાંચો- Junagadh: ભારતી આશ્રમમાં લઘુમહંત ગુમ થવાના મામલે મોટા સમાચાર સામે આવ્યા