Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar : ભાજપાના ભવ્ય વિજય બાદ મંત્રીએ ગજવી સભા, રીવાબાએ કહ્યું, તમામ કોર્પોરેટરો કામે લાગી જાવ

Jamnagar મહાનગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે, અને ભવ્ય વિજય થયા બાદ જાહેરમાં સભા કરવામાં આવી હતી. જેમાં સાંસદ પૂનમબેન માડમ અને મંત્રી રીવાબાએ સભા ગજવી હતી, જામનગરના ચાંદી ચોકમાં આ સભા યોજાઈ હતી. રીવાબાએ વધુમાં કહ્યું કે, નેતૃત્વ મજબૂત હોય,કાર્યકર્તા જાગૃત હોય ત્યારે જીત પલડામાં પડે છે.
jamnagar   ભાજપાના ભવ્ય વિજય બાદ મંત્રીએ ગજવી સભા  રીવાબાએ કહ્યું  તમામ કોર્પોરેટરો કામે લાગી જાવ
Advertisement
  • Jamnagar મહાનગરપાલિકામાં ભાજપાના ભવ્ય વિજય બાદ વિજય સભા
  • ચાંદી બજાર ચોકમાં યોજાઈ વિજય સભા
  • સાંસદ પુનમ માડમ અને રાજ્ય મંત્રી રિવાબાએ ગજવી સભા
  • તમામ કોર્પોરેટરો કામે લાગી જવા રીવાબાએ આપી સલાહ
  • સંગઠનથી લડીએ અને સંગઠનની શું તાકાત છે એ આ પરિણામે સાબિત કર્યું :સાંસદ પૂનમ માડમ

Jamnagar : જામનગરમાં ભાજપનો (bjp) ભવ્ય વિજય થયો છે અને વિજય થયા બાદ સભા યોજવામાં આવી હતી. જામનગરમાં 64 બેઠકમાં ભાજપના ચૂંટાયેલ 60 કોર્પોરેટર્સને (corporetor) કમળ આપી સ્વાગત કરાયું હતુ. શહેર પ્રભારી,શહેરના પૂર્વ પ્રમુખો,પૂર્વ ધારાસભ્યો,પૂર્વ પદાધિકારીઓ રહ્યા હાજર. ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જામનગર મહાનગરપાલિકામાં ભાજપના શાનદાર વિજય બાદ ચારેબાજુ વિજયોત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે. જામનગર શહેર સહિત સમગ્ર હાલાર પંથકમાં ભાજપનો ભગવો લહેરાતા કાર્યકરોમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે.

જામનગરમાં ભાજપનો વિજય થયો છે

વિજય બાદ સાંસદ પૂનમબેન માડમે મીડિયા સાથેની વાતચીતમાં જામનગરની જનતાનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું કે, આ જીત વિકાસની સકારાત્મક રાજનીતિ પર લોકોના અટલ વિશ્વાસની જીત છે. જામનગરના નાગરિકોએ જે ભરોસો મૂક્યો છે, તેને અમારા વિજેતા ઉમેદવારો લોકોની સેવા કરીને અને તેમના પ્રશ્નોને વાચા આપીને સાર્થક કરશે.દી બજાર ચોક ખાતે ભવ્ય વિજય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓ હાજર રહ્યા હતા. 64માંથી 60 બેઠકો જીતનાર ભાજપે પોતાના વિજેતા કોર્પોરેટરોનું કમળ આપી સ્વાગત કરીને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

Advertisement

60 કોર્પોરેટરનું સન્માન કરવામાં આવ્યું

Advertisement

આ વિજય સમારોહમાં જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, જામનગર મહાનગર ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ રાજકોટના અગ્રણી ધનસુખભાઈ ભંડેરી, સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ જિલ્લાના અને શહેરના ભાજપના હોદેદારો, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી, પૂર્વ ધારાસભ્યો લાલજીભાઈ સોલંકી મનહરભાઈ ઝાલા, જામનગર ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્કના ચેરમેન જીતુભાઈ લાલ, તેમજ શહેર ભાજપના પૂર્વ પ્રમુખઓ, પૂર્વ મેયરો સહિતના આગેવાનો તથા મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. સમારોહ દરમિયાન મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિજયી બનેલા તમામ વોર્ડના 60 કોર્પોરેટરોનું સન્માન કરવામાં આવ્યું હતું.અને તમામની ઓળખ અને ફોટો શેષન કરવામાં આવ્યું હતું. ચાંદીબજાર ચોક કાર્યકરો અને સમર્થકોની ભારે ભીડથી છલકાઈ ઉઠ્યો હતો, જ્યાં તમામ વિજેતા ઉમેદવારો વતી ભાજપના અગ્રણીઓએ જનતા જનાર્દનનો આભાર માનતા ઉર્જાસભર સંબોધન આપ્યું હતું.

આ પણ વાંચો : BJP Election Ticket: ભાજપમાં ટિકિટ માટે ભારે રેસ! જામનગર અને મોરબીમાં દાવેદારોની જામી ભીડ

Tags :
Advertisement

.

×