Jamnagar માં GST ની આડેધડ નોટિસોથી બ્રાસ ઉદ્યોગકારોમાં ભારે રોષ, કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
Jamnagar માં GSTના જટિલ કાયદા અને નોટિસોના વિરોધમાં બ્રાસ ઉદ્યોગકારોએ સજ્જડ બંધ પાળ્યો. 4,500થી વધુ એકમો વિરોધમાં જોડાયા અને ત્રણ ઉદ્યોગ સંગઠનોના નેજા હેઠળ કલેક્ટર કચેરી સુધી મૌન બાઇક રેલી યોજાઈ. ઉદ્યોગકારોએ 3,391 નોટિસો અને રૂ. 2,150 કરોડથી વધુની માંગણીનો મુદ્દો ઉઠાવી પ્રામાણિક કરદાતાઓને રાહત અને કાયદો સરળ કરવાની માંગ કરી.
Advertisement
Jamnagar Brass Industrial Protest: જામનગરમાં GST ના કાયદાની જટિલતા અને વેપારીઓને મળતી આડેધડ નોટિસોનો ભારે વિરોધ થઈ રહ્યો છે. આજે બ્રાસપાર્ટ ઉદ્યોગકારોએ સજ્જડ બંધ પાળ્યો છે. શંકરટેકરી, GIDC ફેઝ-2, ફેઝ-3 સહિતના વિસ્તારોમાં આવેલા 4,500થી વધુ ઉદ્યોગ એકમો આ વિરોધમાં જોડાયા છે. લાંબા સમયથી રજૂ કરવામાં આવી રહેલી GST સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ ન આવતા વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

