Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : ટ્રાફિક હળવો કરવા બ્રિજ બનાવ્યો! લોકોએ કર્યું એવું કે થઇ ગયો ટ્રાફિક જામ

Traffic jam on Jamnagar Bridge : જામનગર શહેરના લોકો માટે સોમવારનો દિવસ એક મોટી ભેટ લઈને આવ્યો. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા અને અંદાજિત સવા બસો કરોડના (₹225 કરોડ) ખર્ચે તૈયાર થયેલા ભવ્ય ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વિશાળ બ્રિજથી શહેરના લાંબા સમયથી પ્રવર્તતા ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળવાની અપેક્ષા હતી.
jamnagar   ટ્રાફિક હળવો કરવા બ્રિજ બનાવ્યો  લોકોએ કર્યું એવું કે થઇ ગયો ટ્રાફિક જામ
Advertisement
  • Traffic jam on Jamnagar Bridge
  • Jamnagar માં ફ્લાયઓવરના લોકાર્પણના બીજા જ દિવસે ચક્કાજામ
  • ફ્લાયઓવર બ્રિજ પર લોકો ઉમટી પડતાં ભારે ટ્રાફિક જામ
  • સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફ્લાયઓવર પર ટ્રાફિક જામ
  • સેલ્ફી અને વીડિયો બનાવવા લોકો બ્રિજ પર ઉમટી પડ્યા
  • મોડી રાત્રે પણ પુલ પર વાહનોની લાંબી કતાર યથાવત્
  • પોલીસે સાઇરન વગાડીને બ્રિજ ખાલી કરાવ્યો
  • મુખ્યમંત્રીના હસ્તે સવા કરોડનો ફ્લાયઓવર ખુલ્લો મુકાયો

Traffic jam on Jamnagar Bridge : જામનગર શહેરના લોકો માટે સોમવારનો દિવસ એક મોટી ભેટ લઈને આવ્યો. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા અને અંદાજિત સવા બસો કરોડના (₹225 કરોડ) ખર્ચે તૈયાર થયેલા ભવ્ય ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વિશાળ બ્રિજથી શહેરના લાંબા સમયથી પ્રવર્તતા ટ્રાફિકની સમસ્યા (Traffic problem) માં મોટી રાહત મળવાની અપેક્ષા હતી. જોકે, લોકાર્પણના બીજા જ દિવસે જે દ્રશ્યો સર્જાયા, તે જોતા સ્પષ્ટ થાય છે કે આ બ્રિજ માત્ર ટ્રાફિક હળવો કરવાનું સાધન નહીં, પણ જામનગરવાસીઓ માટે એક નવું આકર્ષણનું કેન્દ્ર પણ બની ગયું છે.

સેલ્ફી-રીલ્સનો ક્રેઝ બન્યો ચક્કાજામનું કારણ

લોકાર્પણ થયાના પ્રથમ દિવસની સાંજથી જ, ખાસ કરીને યુવાનોમાં આ નવા બ્રિજ પર પહોંચવાનો અને તેની ભવ્યતાને કેમેરામાં કેદ કરવાનો અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો. આ કોઈ સામાન્ય માર્ગ નથી, તે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફ્લાયઓવર છે, જે જામનગરવાસીઓ માટે ગૌરવનો વિષય પણ છે. જણાવી દઇએ કે, સોમવારે મોડી સાંજથી જ મોટી સંખ્યામાં લોકો પોતાના વાહનો લઈને બ્રિજ પર ઉમટી પડ્યા હતા. દરેક વ્યક્તિ આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બનવા માંગતું હતું. કોઈ સેલ્ફી લઈ રહ્યું હતું, તો કોઈ મિત્રોને વીડિયો કૉલ કરીને બ્રિજનું દ્રશ્ય બતાવી રહ્યું હતું.

Advertisement

Advertisement

અનેક લોકોએ સોશિયલ મીડિયા માટે 'રીલ્સ' અને વીડિયો બનાવવા માટે વાહનો બ્રિજ પર જ રોકી દીધા હતા. આ ઉત્સાહ એટલો પ્રચંડ હતો કે, રાત્રે 11 વાગ્યા પછી પણ પુલ પર વાહનોની લાંબી કતારો યથાવત્ રહી. લોકો વાહનો રોકીને ફોટા પાડતા હોવાથી, ટ્રાફિકની ગતિ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ. આખરે, જે બ્રિજ ટ્રાફિક હળવો કરવા બન્યો હતો, તે પોતે જ બીજા દિવસે ભારે ટ્રાફિક જામનો ભોગ બન્યો.

પોલીસે સાયરન વગાડીને Traffic કંટ્રોલ કર્યો

પરિસ્થિતિની ગંભીરતાને જોતા, તુરંત જ પોલીસ તંત્રએ પગલાં લેવા પડ્યા. ટ્રાફિક વ્યવસ્થા જાળવવી અને લોકોને સમજાવવા પડકારજનક બન્યું હતું. પોલીસે તાત્કાલિક બ્રિજ પર પહોંચીને સાઇરન વગાડવાનું શરૂ કર્યું. માઇક દ્વારા સતત જાહેરાતો કરીને લોકોને વિનંતી કરવામાં આવી કે તેઓ પોતાના વાહનો આગળ વધારે અને બ્રિજ પર રોકાય નહીં. પોલીસની આ સક્રિયતાના કારણે આખરે મોડી રાત્રે ભારે જહેમત બાદ પુલ ધીમે ધીમે ખાલી થઈ શક્યો અને ટ્રાફિક વ્યવસ્થા ફરી શરૂ થઈ.

આ પણ વાંચો :   Jamnagar Flyover: ગતિ અને પ્રગતિનો સંગમ

Tags :
Advertisement

.

×