Jamnagar : હોટેલ-રેસ્ટોરન્ટમાં ખાતા પહેલા ચેતજો! હવે કેરીનાં રસમાંથી નીકળ્યો વંદો!
- રાજ્યમાં ખાદ્ય ખોરાકમાંથી જીવજંતુ નીકળવાનો સિલસિલો યથાવત (Jamnagar)
- ગ્રાહકે ચેતના રેસ્ટોરન્ટમાં કેરીનો રસ મંગાવ્યો હતો, જેમાંથી વંદો નીકળ્યાનો દાવો
- વેઇટરને જણાવ્યું તો કોઈ જવાબ ન આપ્યો, માલિકે પણ ઉડાઉ જવાબ આપ્યાનો આરોપ
- ગ્રાહકે ફોટા-વીડિયો વાઇરલ કરી રોસ્ટોરન્ટ તંત્રની બેદરકારીનો ખુલાસો કર્યો
- આ ઘટના અંગે જાણ થતાં આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી
- ફૂડ વિભાગે સંચાલકોને 10 હજારનો દંડ ફટકાર્યો, નોટિસ પણ પાઠવી
Jamnagar : રાજ્યમાં ખાદ્ય ખોરાકમાંથી જીવજંતુ નીકળવાનો સિલસિલો હાલ પણ યથાવત છે. હવે જામનગરમાં કેરીનાં રસમાંથી (Mango Juice) વંદો મળ્યા હોવાનો ગ્રાહક દ્વારા દાવો કરાયો છે. ગ્રાહક દ્વારા આ ઘટનાનાં ફોટા-વીડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાઇરલ કરાયા હતા. જ્યારે ગ્રાહકે રેસ્ટોરન્ટનાં માલિકેને ફરિયાદ કરી તો ઉડાઉ જવાબ આપ્યો હોવાનો પણ ગ્રાહકે આરોપ કર્યો છે. ઘટનાની જાણ ફૂડ વિભાગને (Health Department) થતાં કાર્યવાહી કરવામાં આવી હતી અને રોસ્ટોરન્ટ સંચાલકને રૂ. 10 હજારનો દંડ અને નોટિસ ફટકારી છે.
આ પણ વાંચો - Gondal : બન્ની ગજેરા અને પિયુષ રાદડિયા સામે ગંભીર આક્ષેપો સાથે વધુ એક ફરિયાદ
બેદરકારીની જાણ હોટેલ માલિકને કરતા ઉડાઉ જવાબ આપ્યાનો આરોપ
આરોપ અનુસાર, જામનગરમાં (Jamnagar) આવેલી ચેતના રેસ્ટોરન્ટમાં (Chetna Restaurant) ગ્રાહક જમ્યા ગયા ત્યારે કેરીનાં રસમાંથી વંદો નીકળ્યો હતો. આ ઘટના અંગે જ્યારે હોટેલનાં વેઇટરને જણાવ્યું તો કોઈ જવાબ આપ્યો નહોતો. આથી, હોટેલનાં માલિકને આ અંગે જાણ કરી હતી. ગ્રાહકનો આક્ષેપ છે કે આ અંગે હોટેલનાં માલિકે ગેરવર્તણૂક કરી ઉડાઉ જવાબ આપ્યો હતો. આથી, ગ્રાહક દ્વારા વીડિયો-ફોટા બનાવી સોશિયલ મીડિયા પર વાઇરલ કરાયા હતા. સાથે જ આ ઘટનાની જાણ ફૂડ વિભાગને પણ કરી હતી.
Jamnagar : 300 રૂપિયાની સ્પેશિયલ થાળીમાં કેરીનો સ્પેશિયલ રસ તો જુઓ! | Gujarat first
-જામનગરની હોટલ ધ ગ્રાન્ડ ચેતનાની ઘટના
-કેરીના રસમાંથી નીકળ્યો વંદો!
-હોટલ માલિકે દાદાગીરી કરી હોવાનું ગ્રાહકે જણાવ્યું
-ગ્રાહકે ફોટા પાડી મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરી #jamnagar… pic.twitter.com/5L8hEVTpUT— Gujarat First (@GujaratFirst) May 20, 2025
આ પણ વાંચો - Jamnagar : રેસ્ટોરન્ટમાં ગ્રાહકે કેરીનો રસ મંગાવ્યો, પીતા પહેલા જોયું તો હોંશ ઊડી ગયા..!
ફૂડ વિભાગે સંચાલકોને 10 હજારનો દંડ ફટકાર્યો, નોટિસ પણ પાઠવી
ફૂડ વિભાગની (Health Department) ટીમ દ્વારા ચેતનાં રેસ્ટોરન્ટ ખાતે તપાસ હાથ ધરાઈ હતી. જો કે, હોટેલ સંચાલકોએ ફૂડ વિભાગ પહોંચે તે પહેલા જ રસનો નાશ કર્યો હોવાનો પણ આરોપ છે. રેસ્ટોરન્ટમાં સાફ-સફાઈ, પેસ્ટ કંટ્રોલ, હાઈજીન ન રાખવા બદલ નોટિસ ફટકારવામાં આવી હતી, સાથે જ રૂ. 10 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ગ્રાહકે જણાવ્યું કે, રોસ્ટોરન્ટમાં એક થાળીનાં રૂ. 300 લેવાય છે પણ શુદ્ધ ભોજનની ગેરંટી નથી.
આ પણ વાંચો - Triple Accident : અમદાવાદ-મહેસાણા હાઈવે પર ટ્રિપલ અકસ્માત, એકનું મોત, 4 ઘવાયા