Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar: મુખ્યમંત્રીએ એક પરિવારની દિકરીના લગ્ન માટે પોતાના કાર્યક્રમનું સ્થળ બદલાવ્યું

Jamnagar માં યોજાનારા કાર્યક્રમનું સ્થળ મુખ્યમંત્રીએ બદલાવી નાખ્યું છે. કારણ કે ટાઉનહોલમાં એક દિકરીના લગ્ન યોજાવાના હતા. ખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો માનવતાવાદી અભિગમ દર્શાવ્યો છે. હવે કાર્યક્રમ ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે યોજાશે.
jamnagar  મુખ્યમંત્રીએ એક પરિવારની દિકરીના લગ્ન માટે પોતાના કાર્યક્રમનું સ્થળ બદલાવ્યું
Advertisement
  • Jamnagar માં યોજાનારા કાર્યક્રમનું સ્થળ મુખ્યમંત્રીએ બદલાવ્યું
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો માનવતાવાદી અભિગમ
  • પરિવારે દિકરીના લગ્ન માટે બૂક કરાવ્યો હતો ટાઉન હોલ
  • હવે  કાર્યક્રમ ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે યોજાશે

Jamnagar: લગ્નગાળાની રંગત વચ્ચે ધામધૂમથી દિકરીના લગ્ન(Daughter Wedding)ની તૈયારી ચાલતી હોય અને એવામાં જો અચાનક કોઈ કહી દે કે તમે મહિનાઓ પહેલાં બુક કરેલું ટાઉનહોલ(Town Tall) અચાનક કોઈ મોટા સરકારી કાર્યક્રમ માટે જતું રહ્યું છે, તો એક સામાન્ય પરિવારની શું હાલત થાય? ચિંતા, બેચેની અને રાતની ઊંઘ હરામ. જામનગરના એક પરિવાર સાથે બરાબર આવું જ બનવાનું હતું. જો કે આ પરિવારની ચિંતા મુખ્યમંત્રીએ દૂર કરી દીધી છે અને 24 નવેમ્બરે મુખ્યમંત્રી યોજાનારા કાર્યક્રમનું સ્થળ બદલી નાખ્યું છે.

લગ્નગાળામાં અચાનક નવો હોલ શોધવો મુશ્કેલ હતો

દીકરીના લગ્ન માટે પરમાર પરિવારે મહિનાઓ પહેલાં જામનગર ટાઉનહોલ બુક કરાવ્યું હતું. કાર્ડ છપાઈ ગયાં, મહેમાનોને જાણ થઈ ગઈ, ડેકોરેશનથી માંડીને કેટરિંગ સુધીની બધી વ્યવસ્થા તૈયાર થઈ રહી હતી પણ અચાનક ખબર પડી કે એ જ ટાઉનહોલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કાર્યક્રમ નક્કી થયો છે. પરિવારમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો. લગ્નગાળામાં અચાનક નવો હોલ શોધવો, મહેમાનોને ફરી જાણ કરવી, નવેસરથી વ્યવસ્થા ઊભી કરવી – આ બધું અશક્ય જેવું લાગતું હતું. પરિવારે અરજી કરી અને વાત મુખ્યમંત્રી સુધી પહોંચી અને પછી જે થયું એટલું સરળ અને માનવીય હતું કે ખુશીઓ બમણી થઈ ગઈ. હવે CM નો કાર્યક્રમ ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે યોજાશે.

Advertisement

Advertisement

મુખ્યમંત્રીએ માનતાવાદી અભિગમ દાખવી કાર્યક્રમનું સ્થળ બદલાવ્યું

મુખ્યમંત્રીએ તુરત જ તંત્રને સૂચના આપી કે “આપણા કાર્યક્રમનું સ્થળ બદલો. દીકરીના પરિવારની ચિંતા એ આપણી ચિંતા.”...બસ, એક જ વાક્યમાં પરિવારની રાતની ઊંઘ પાછી આવી. હવે મુખ્યમંત્રીનો કાર્યક્રમ ધન્વંતરી ઓડિટોરિયમ ખાતે યોજાશે અને ટાઉનહોલમાં દીકરીના રંગેચંગે લગ્ન લેવાશે.

પરિવારે મુખ્યમંત્રીનો આભાર માન્યો

દીકરીના કાકા બ્રિજેશભાઈ પરમારે આભાર સાથે કહ્યું, કે “લગ્નગાળામાં નવું સ્થળ શોધવું, મહેમાનોને જાણ કરવી, નવી વ્યવસ્થા કરવી – એ બધું અમારા માટે અઘરું હતું. પણ મુખ્યમંત્રી સાહેબનો એક ફોન આવ્યો અને અમે શાંતિથી એ રાત્રે સૂઈ શક્યા.” આ ઘટના ફક્ત એક સ્થળ બદલવાની નથી. આ એક પરિવારની દીકરીના સપનાને માન આપવાની વાત છે...આ સંવેદનશીલતા છે, જે દર્શાવે છે કે સત્તા પણ માનવતા સામે નમી શકે છે. જામનગરના લોકો બે કારણોથી ખુશ છે એક તો 600 કરોડથી વધુનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને બીજું કે એક દીકરીના લગ્નની ખુશીઓ અડચણ વિના ખીલશે.

આ પણ વાંચોઃ Junagadh: પોલીસવાનના ડ્રાઈવરને 2 લાખની લાંચ લેતાં ACB એ રંગે હાથ પકડ્યો

Tags :
Advertisement

.

×