જામનગરમાં કોંગ્રેસ ઉમેદવાર Girirajsinh Jethwa નું ફોર્મ રદ, કર્યા ગંભીર આક્ષેપ
- જામનગરમાં કોંગ્રેસના ઉમેદવાર Girirajsinh Jethwa નું ફોર્મ રદ
- વોર્ડ નં.5ના કોંગ્રેસ ઉમેદવાર ગિરિરાજસિંહ જેઠવાનુ ફોર્મ રદ
- વોર્ડ નંબર 7 ના ભાજપ ઉમેદવાર શીતલબેન વાઘેલા સામે આરોપ
જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (Municipal Corporation) ની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ત્યારે ફોર્મ ચકાસણી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર ગિરિરાજસિંહ જેઠવા (Girirajsinh Jethwa) નું ફોર્મ રદ થતાં ભેદભાવના આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું મારું નજીવી બાબતે ફોર્મ રદ કર્યું, જ્યારે ભાજપ (BJP) ઉમેદવારને 3 બાળકો હોવા છતાં તેમનું ફોર્મ માન્ય રાખ્યું છે. આ ગંભીર આક્ષેપ કરી નારાજગી વ્યક્ત કરી છે.
નજીવી બાબતે ફોર્મ રદ: Girirajsinh Jethwa
મળતી જાણકારી અનુસાર જામનગર મનપાની ચૂંટણી ફોર્મ ચકાસણી પૂર્ણ થઈ છે. જેમાં ભારે ખેંચતાણ અને આરોપ-પ્રત્યારોપ કરાયા છે. આ ચકાસણી દરમિયાન કોંગ્રેસ (Congress) પક્ષને મોટો ફટકો પડ્યો છે. વોર્ડ નંબર 5 માં કોંગ્રેસના ઉમેદવાર ગિરિરાજસિંહ જેઠવાનું ફોર્મ રદ કરવામાં આવ્યું છે. ફોર્મ રદ થવાનું કારણ એ હતું કે ઉમેદવારના સત્તાવાર મેન્ડેટ (Mandate) માં નામ પર વ્હાઈટનર (Whitener) નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચૂંટણી અધિકારીએ આને ગંભીર ક્ષતિ ગણાવી ઉમેદવારી રદ કરી હતી. ગિરિરાજસિંહે આક્ષેપ કર્યો હતો કે તંત્ર દ્વારા નજીવી બાબતે તેમનું ફોર્મ રદ કરીને પક્ષપાતી વલણ દાખવ્યું છે.
શીતલબેન વાઘેલા સામે કોંગ્રેસે ગંભીર વાંધો ઉઠાવ્યો
બીજી તરફ, વોર્ડ નં- 7 માં ભાજપના ઉમેદવાર શીતલબેન વાઘેલા (Shitalben Vaghela) સામે કોંગ્રેસે ગંભીર વાંધો ઉઠાવ્યો હતો. ગિરિરાજસિંહ જેઠવાનો આરોપ છે કે શીતલબેનને ત્રણ બાળકો (Three Children) હોવાથી તેઓ નિયમ મુજબ ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરે છે. જોકે તેમ છતાં તેમનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું છે.
જામનગરનું રાજકારણ ગરમાયું
આ સમગ્ર ઘટનાક્રમને પગલે જામનગરનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસે ચૂંટણી પંચ પર ભેદભાવની નીતિ (Policy of Discrimination) અપનાવવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે એક તરફ સામાન્ય ભૂલ બદલ વિપક્ષના ફોર્મ રદ થાય છે, તો બીજી તરફ ગંભીર આરોપો હોવા સત્તાધારી પક્ષના ઉમેદવારોને છાવરવામાં આવી રહ્યા છે. હવે આ મામલો આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવી શક્યતા છે.
આ પણ વાંચોઃ Bharuch માં ભાજપે 24 મુસ્લિમ ચહેરાઓને આપી ટિકિટ! DyCM હર્ષભાઈ સંઘવી શું બોલ્યા?


