Jamnagar માં કોંગ્રેસના મહિલા ઉમેદવારે માંગ્યું પોલીસ રક્ષણ, જાણો કોનાથી છે ડર?
- Jamnagar માં કોંગ્રેસના મહિલા ઉમેદવારે માંગ્યું પોલીસ રક્ષણ
- મનપાના વોર્ડ નંબર 10ના મહિલા ઉમેદવારે માંગ્યું રક્ષણ
- ભાજપ ઉમેદવારના પુત્રએ ફોર્મ ખેચવા દબાણ કર્યાનો આક્ષેપ
Jamnagar: ગુજરાતમાં સ્થાનિક ચૂંટણી જીતવા રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ઘણી જગ્યાએ ઉમેદવારોને ધમકી મળતી હોવાની અનેક ફરિયાદ ઉઠી છે. ત્યારે જામનગર મહાનગરપાલિકા (Municipal Corporation) ની આગામી ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ઉગ્ર બન્યો છે. વોર્ડ નંબર 10 માં લોકશાહીના પર્વ વચ્ચે વિવાદની સ્થિતિ સર્જાઈ છે. અહીં કોંગ્રેસના મહિલા ઉમેદવાર તૃષા મહેતા (Trisha Mehta) એ ભાજપના હરીફ ઉમેદવારના પુત્ર વિરુદ્ધ ગંભીર આક્ષેપો (Allegations) કરી પોલીસ સુરક્ષાની માંગણી કરી છે. આ ઘટનાને પગલે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે.
ફોર્મ ખેંચવા ધમકી આપી હોવાના આક્ષેપ
કોંગ્રેસના ઉમેદવાર તૃષા મહેતાએ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) ને લેખિતમાં રજૂઆત કરી છે કે તેમને ચૂંટણી લડતા રોકવા માટે માનસિક દબાણ (Mental Pressure) કરવામાં આવી રહ્યું છે. તેમના આક્ષેપ મુજબ, ભાજપના ઉમેદવાર મંજુબેન બાંભણીયા (Manjuben Bambhaniya) ના પુત્ર દ્વારા તેમને ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જ્યારે તેઓ આ લોભ-લાલચ કે દબાણને તાબે ન થયા, ત્યારે તેમને ડરાવવા-ધમકાવવાના પ્રયાસો શરૂ થયા હોવાના આક્ષેપ કર્યા છે.
પ્રચાર અટકાવવાના પ્રયાસોનો આક્ષેપ
તૃષા મહેતાએ પોતાની અરજીમાં (Application) કરી છે કે વિરોધ પક્ષ દ્વારા તેમને 'તમે કેમ પ્રચાર કરો છો?' તેમ કહીને અટકાવવામાં આવ્યા હતા અને જાનથી મારી નાખવાની કે અન્ય રીતે નુકસાન પહોંચાડવાની ધમકી (Threat) આપવામાં આવી હતી. ચૂંટણીના મેદાનમાં જ્યારે પ્રચાર કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે, ત્યારે મહિલા ઉમેદવારને નિશાન બનાવવામાં આવતા કોંગ્રેસ દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે.
નિષ્પક્ષ ચૂંટણી માટે રક્ષણની માંગ
આ મામલે તૃષા મહેતાએ SP સમક્ષ પોલીસ રક્ષણ (Police Protection) ની માંગણી કરી છે જેથી તેઓ કોઈપણ ભય વગર પોતાનો પ્રચાર ચાલુ રાખી શકે. સ્થાનિક પ્રશાસન અને પોલીસ હવે આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે. લોકશાહીમાં દરેક ઉમેદવારને સમાન તક અને સુરક્ષા મળવી જોઈએ તે હેતુથી આ મામલો અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ ઘટનાએ ચૂંટણી પૂર્વે જામનગરમાં રાજકીય ગરમાવો વધારી દીધો છે.
આ પણ વાંચોઃ Gujarat: 15 મહાનગરપાલિકાઓમાં 3146 ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ, જાણો કેટલા ફોર્મ પરત ખેંચાયા?


