Jamnagar: ધ્રોલમાં 5 વર્ષની બાળકીના અપહરણનો ભેદ ઉકેલાયો, પોલીસે આરોપીને દબોચ્યો
- Jamnagar ના ધ્રોલમાં 5 વર્ષીય બાળકીના અપહરણનો મામ
- બાળકી વાડીમાં રમતી વખતે થયું હતું અપહરણ
- ધ્રોલ પોલીસએ આરોપીને ઝડપી બાળકીને બચાવી
Jamnagar: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક 5 વર્ષીય માસૂમ બાળકીનું અપહરણ (Kidnapping) કરવામાં આવ્યું હતું. જોકે, ધ્રોલ પોલીસની સતર્કતા અને ત્વરિત કાર્યવાહીને કારણે બાળકીને હેમખેમ બચાવી લેવામાં આવી છે અને આરોપી અત્યારે પોલીસના સકંજામાં છે.
ધ્રોલ પોલીસ સ્ટેશન (Dhrol Police Station) ની ટીમે ઘટનાની ગંભીરતા સમજીને તુરંત સર્ચ ઓપરેશન (Search operation) શરૂ કર્યું હતું. પોલીસે આસપાસના રસ્તાઓ પર લાગેલા સીસીટીવી (CCTV) કેમેરા તપાસ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં એક શંકાસ્પદ વ્યક્તિ બાળકીને લઈ જતો સ્પષ્ટ દેખાયો હતો. આ ટેકનિકલ પુરાવાઓના (Technical evidence) આધારે પોલીસે આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું.
આ પણ વાંચોઃ 'દારુ બંધ કર્યો હોય ત્યાં દારુની સપ્લાઈ કઈ રીતે?' MP Geniben Thakor નું ભાભર પોલીસને આવેદનપત્ર!
આરોપી કાજુ હટુ બુદેડિયાની ધરપકડ
પોલીસે બાતમીદારો અને સીસીટીવીની મદદથી ગણતરીના કલાકોમાં જ આરોપી કાજુ હટુ બુદેડિયા (Hatu Budediya) નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપીના કબજામાંથી બાળકીને સુરક્ષિત રીતે છોડાવવામાં આવી હતી. પોલીસે આરોપીની કડક પૂછપરછ (Interrogation) હાથ ધરી છે કે આ અપહરણ પાછળનો તેનો મુખ્ય હેતુ શું હતો. બાળકીનો કબજો તેના પરિવારને સોંપાતા વાડી વિસ્તારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
કાયદેસરની કાર્યવાહી
હાલમાં ધ્રોલ પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ (Arrest) કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ શખ્સ કોઈ સંગઠિત ગેંગનો ભાગ છે કે કેમ.
આ પણ વાંચોઃ Jamnagar: Love Marriage નો કરુણ અંજામ, સાળાએ જ મિત્ર સાથે મળી બનેવીને રહેંસી નાખ્યો!

