ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jamnagar : નિવૃત્ત શિક્ષકોને બદલે TET-TAT પાસ ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપો : દિગ્વિજયસિંહ

ફિક્સ પગારના બદલે પૂરા પગારમાં કાયદેસર ભરતી કરવામાં આવે તેવી તેમણે માગ કરી છે
09:43 PM Jul 26, 2025 IST | Vipul Sen
ફિક્સ પગારના બદલે પૂરા પગારમાં કાયદેસર ભરતી કરવામાં આવે તેવી તેમણે માગ કરી છે
Jamnagar_Hind_first
  1. રાજ્ય સરકાર દ્વારા નિવૃત્ત શિક્ષકોને ફિક્સ પગારમાં ભરતી કરવાનો નિર્ણય (Jamnagar)
  2. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહે નિર્ણયને વખોડ્યો
  3. "પહેલા બાલગુરુ યોજના, વિદ્યા સહાયક યોજના, પ્રવાસી શિક્ષક યોજના આવી"
  4. "નિવૃત્ત શિક્ષકોને બદલે ટેટ-ટાટ પાસ ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપો"

Jamnagar : રાજ્યમાં શિક્ષકોની ઘટ અને ભરતી અંગે ગઈકાલે શિક્ષણ વિભાગે મહત્ત્વની જાહેરાત કરી હતી. શિક્ષણ વિભાગે (Gujarat Education Department) ખાલી જગ્યાઓ નિવૃત શિક્ષકોથી (Retired Teachers) ભરવા નિર્ણય કર્યો છે. કાયમી ભરતી, જ્ઞાન સહાયની (Gyan Sahayak) નિમણૂક બાદ પણ જગ્યાઓ ખાલી રહેતા ધોરણ 1 થી 12 માં શિક્ષકોની ઘટ નિવારવા વચગાળાની વ્યવસ્થા કરાઈ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા નિવૃત્ત શિક્ષકોને ફિક્સ પગારમાં ભરતી કરવાનાં નિર્ણયનો રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહે (Digvijay Singh) વખોડ્યો છે.

આ પણ વાંચો - Gandhinagar : શિક્ષકોની ભરતી અંગે મહત્ત્વ સમાચાર, ખાલી જગ્યાઓ પુરવા શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય

TET-TAT પાસ ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપો : દિગ્વિજયસિંહ

રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહે રાજ્ય સરકાર દ્વારા નિવૃત્ત શિક્ષકોને ફિક્સ પગારમાં ભરતી કરવાનાં નિર્ણયને વખોડ્યો છે અને કહ્યું કે, પહેલા બાલગુરુ યોજના, વિદ્યા સહાયક યોજના, પ્રવાસી શિક્ષક યોજના આવી હતી. પછી જ્ઞાન સહાયક, એજન્સી મારફતે શિક્ષકો અને હવે નિવૃત્ત શિક્ષકો આવ્યા છે. તેમણે કહ્યું કે, નિવૃત્ત શિક્ષકોને બદલે ટેટ-ટાટ (TET TAT) પાસ ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપો. ફિક્સ પગારના બદલે પૂરા પગારમાં કાયદેસર ભરતી કરવામાં આવે તેવી તેમણે માગ કરી છે. દિગ્વિજયસિંહે આરોપ સાથે કહ્યું કે, દ્વારકા, છોટાઉદેપુર સહિત અનેક જિલ્લાઓમાં શિક્ષકોની ઘટ છે. મોડી ભરતીનાં કારણે અનેક ઉમેદવારો ઉંમર મર્યાદાનાં કારણે બેરોજગાર થયા છે.

આ પણ વાંચો - Amreli : ભાજપ MLA પુત્ર આનંદ કાકડિયા અને નેતા પ્રદીપ ભાખર સામે આરોપ મામલે નવો વળાંક!

શિક્ષણ વિભાગ હવે નિવૃત શિક્ષકોનો સહારો લેશે!

જણાવી દઈએ કે, રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈ ગઈકાલે શિક્ષણ વિભાગે (Gujarat Education Department) મોટી જાહેરાત કરી હતી. રાજ્યમાં શિક્ષકોની ખાલી જગ્યા ભરવા માટે વિભાગ દ્વારા નિવૃત્ત શિક્ષકોની ભરતી કરાશે તેવો પરિપત્ર જાહેર કરાયો હતો. એટલે કે હવે ખાલી રહી ગયેલી જગ્યાઓ નિવૃત શિક્ષકોથી ભરાશે. કાયમી ભરતી અને જ્ઞાન સહાયકની નિમણૂક બાદ પણ ખાલી જગ્યાઓ પર નિવૃત્ત શિક્ષકોની (Retired Teachers) ભરતી કરાશે.

આ પણ વાંચો - Mahisagar : ધોધમાં તણાતા મૂળ રાજસ્થાનનાં 2 યુવકના મોત, ઘટના કેવી રીતે બની તે અંગે તપાસ તેજ

Tags :
Digvijay SinghGandhinagarGujarat Education DepartmentGUJARAT FIRST NEWSgyan sahayakJamnagarPresident of the State Primary Teachers' UnionRecruitment of TeachersRetired TeachersTet TatTop Gujarati News
Next Article