Jamnagar: રોગચાળાના કેસ વધ્યા, એક સપ્તાહમાં 563 તાવ-ખાંસીના દર્દી
જામનગરમાં એક સપ્તાહ દરમિયાન નોંધાયેલા રોગચાળાના આંકડાએ આરોગ્ય તંત્રનું ધ્યાન ખેંચ્યું છે. સામાન્ય તાવ-ખાંસીના કેસ સૌથી વધુ છે, પરંતુ તેની સાથે અન્ય બીમારીઓના દર્દીઓ પણ સામે આવ્યા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસ નોંધાતા ચિંતા વધી છે.
Advertisement
Jamnagar Disease Cases: જામનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન વિવિધ રોગોના કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે. સામે આવેલા આંકડા મુજબ, શહેરમાં સૌથી વધુ દર્દીઓ ખાંસી અને તાવ (Fever-Cough Cases)ની ફરિયાદ સાથે સારવાર માટે પહોંચ્યા છે. એક સપ્તાહમાં આવા કુલ 563 દર્દીઓ નોંધાયા છે.

