Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar : જિલ્લા પંચાયત-તાલુકા પંચાયતના નવા સુકાનીઓ માટે સેન્સની કવાયત તેજ બની

Jamnagarજિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયતના હોદ્દેદારો માટે ભાજપા દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. નિરીક્ષકોની ટીમ દ્વારા જિલ્લા ભાજપા કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા લેવાઈ રહી છે. જિલ્લા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષ સમાની સ્ત્રી માટે અનામત અને જિલ્લા પંચાત પ્રમુખ માટે ચાર કડવા પટેલ મહિલાઓ પ્રબળ દાવેદાર હોવાની વાત સામે આવી છે.
jamnagar   જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના નવા સુકાનીઓ માટે સેન્સની કવાયત તેજ બની
Advertisement
  • Jamnagar જિલ્લા પ્રમુખ તરીકે ચારેય સદસ્યો પ્રબળ દાવેદાર
  • જિલ્લાની છ પૈકી પાંચ તાલુકા પંચાયત પર ભાજપાની કબજો
  • પ્રમુખ સહિતના હોદ્દેદારો માટે તાલુકાઓમાંથી ઉમેદવારો જિલ્લા કાર્યાલયે ઉમટ્યા
  • કાલાવડ તાલુકા પંચાયતના પ્રમુખ માટે સ્ત્રી અનુસૂચિત જાતિ અનામત
  • કાલાવડમાં ભાજપાના એક માત્ર ચૂંટાયેલ મહિલા સદસ્ય પ્રમુખ તરીકે ફાઈનલ થશે

Jamnagar : જામજોધપુર (jamjodhpur) તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ સ્ત્રી (women) બક્ષીપંચ અનામત છે. જ્યારે જામનગર તાલુકા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષ પ્રમુખ પદ પુરુષ બક્ષીપંચ અનામત છે. અન્ય ધ્રોલ, જોડિયા તાલુકામાં સામાન્ય સદસ્યની થશે પસંદગી અને વર્ષાબેન માંકડિયા, મયુરીબેન ગોધાણી, અંકિતાબેન સુતરિયા -સતાપર, રંજનબેન જીવાણીના નામ આગળ ચાલી રહ્યાં છે. છ પૈકી એક માત્ર લાલપુર તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીએ (aap) કબજે કરી છે.

ભાજપે 60 બેઠકો પર કબજો જમાવીને જે ઐતિહાસિક જીત મેળવી છે

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 64 માંથી 60 બેઠકો પર કબજો જમાવીને જે ઐતિહાસિક જીત મેળવી છે, તેના પડઘા હજુ શમ્યા નથી ત્યાં તો સત્તાના સિંહાસન માટે પક્ષમાં આંતરિક ગરમાવો જોવા મળી રહ્યો છે. પ્રચંડ બહુમતી બાદ હવે મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક અને શાસક પક્ષના નેતા જેવા મહત્વના હોદ્દાઓ માટે દાવેદારો વચ્ચે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે.

Advertisement

jamnagar gujarat first

Advertisement

Jamnagar : પ્રદેશ નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ

ભાજપના પ્રદેશ હાઈકમાન્ડ દ્વારા નિમણૂક કરાયેલા નિરીક્ષકો આજે જામનગર આવ્યા હતા. જેમાં અમદાવાદના પૂર્વ મેયર ગૌતમ શાહ અને પ્રદેશ સંયોજક રાજુભાઈ પટેલ દ્વારા સેન્સ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ નિરીક્ષકો દ્વારા દરેક કોર્પોરેટરો અને સ્થાનિક આગેવાનો સાથે વન-ટુ-વન મુલાકાત કરી તેમના મંતવ્યો જાણવામાં આવ્યા હતા. કાલાવડ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે સ્ત્રી અનુસૂચિત જાતિ અનામત છે, જ્યાં ભાજપાની એકમાત્ર ચૂંટાયેલ મહિલા સભ્ય પ્રમુખ બનવાની શક્યતા છે. જામજોધપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ સ્ત્રી બક્ષીપંચ માટે અનામત છે, જ્યારે જામનગર તાલુકા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષ માટે પુરુષ બક્ષીપંચ અનામત જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Jamnagar Corporation : જામનગર મનપામાં હોદ્દેદારો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા

Tags :
Advertisement

.

×