Jamnagar જિલ્લા પંચાયત કચેરીમાં આગની ઘટનામાં અનેક સવાલો, તપાસ માટે સ્પેશિયલ ટીમની રચના
- Jamnagar જિલ્લા પંચાયત કચેરીમાં લાગી આગ
- વહેલી સવારે પંચાયતના બીજા માળે આગ લાગી
- આગમાં જરૂરી ફાઇલો સહિતની સામગ્રી બળીને ખાખ
- 10 કોમ્પ્યુટર, 2 એસી, મહત્વના સરકારી કાગળો બળીને ખાક
- આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ
Jamnagar Panchayat Fire: જામનગર (Jamnagar) જિલ્લા પંચાયત (District Panchayat) ભવનમાં આજે વહેલી સવારે અચાનક આગ ફાટી નીકળી હતી. કચેરીના બીજા માળે આવેલા આરોગ્ય વિભાગના રૂમમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા, જેને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ જામનગર મહાનગરપાલિકાની (Municipal Corporation) ફાયર ફાઇટરની ટીમ યુદ્ધના ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
Jamnagar જિલ્લા પંચાયત કચેરીમાં લાગી આગ
આ ભીષણ આગમાં આરોગ્ય વિભાગને મોટું નુકસાન પહોંચ્યું છે. પ્રાથમિક અહેવાલ મુજબ, કચેરીમાં રાખેલા 10 કમ્પ્યુટર (Computers), 2 એસી (AC) અને અન્ય ફર્નિચર આગની ઝપેટમાં આવી ગયા હતા. સૌથી ચિંતાજનક બાબત એ છે કે, આ વિભાગમાં રહેલા અનેક મહત્વના સરકારી કાગળો અને ફાઇલો (Official Files) બળીને ખાખ થઈ ગઈ છે.
આગ લાગ્યાનું કારણ અને નુકસાની અંગે તપાસ ટિમ બનાવી
આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. જામનગર જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ સીડીએચઓ (In-charge CDHO) પી. કે. સિંગના જણાવ્યા અનુસાર, આગના કારણો અને થયેલા નુકસાનની વિગતવાર તપાસ કરવા માટે એક ખાસ તપાસ ટીમ (Inquiry Team) બનાવવામાં આવી છે. સદ્નસીબે વહેલી સવારે આગ લાગી હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી.
આ પણ વાંચો: Mehsana Election: મહેસાણામાં ચૂંટણી પારો ગરમાયો! મહામંત્રીના નિવેદનથી ઉમેદવારોમાં ફફડાટ, જાણો શું કહ્યું?


