Jamnagar માં ભાજપનો 'ફ્રેશ ફેસ' ફોર્મ્યુલા, જિલ્લા પંચાયતના એક પણ સદસ્યને ન મળી ટિકિટ
- જામનગર જિલ્લા પંચાયત (Jamnagar District Panchayat) માં ભાજપે (BJP) ખેલ્યો ગજબનો દાવ
- પક્ષે સંપૂર્ણ ‘નો રિપીટ થિયરી’ (No Repeat Theory) અમલમાં મૂકી
- જિલ્લા પંચાયતના એક પણ સદસ્યને ન મળ્યા ટિકિટ
- પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષના પત્તા કપાયા
- તમામ 24 બેઠકો પર નવા ચહેરાઓને અપાઈ તક
- ભાજપે ‘ફ્રેશ ફેસ’ ફોર્મ્યુલાથી રાજકીય વર્તુળોમાં આંચકો
Jamnagar Election 2026: ગુજરાતના રાજકારણ (Gujarat politics) માં હંમેશા પ્રયોગો કરવા માટે જાણીતી ભાજપે (BJP) જામનગર જિલ્લા પંચાયતમાં (Jamnagar District Panchayat) પણ મોટો રાજકીય દાવ ખેલ્યો છે. પક્ષે આ વખતે શાસક પક્ષના એક પણ વર્તમાન સદસ્યને ફરીથી ટિકિટ ન આપીને રાજકીય વર્તુળોમાં સોપો પાડી દીધો છે.
જામનગર જિલ્લા પંચાયતમા (Jamnagar District Panchayat) નો-રિપીટ થિયરી
જિલ્લા પંચાયતની તમામ 24 બેઠકો (24 Seats) પર ભાજપે નવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
દિગ્ગજોના પત્તા કપાયા
આ નિર્ણયને કારણે વર્તમાન પ્રમુખ (President), ઉપપ્રમુખ (Vice President) અને કારોબારી અધ્યક્ષ (Chairman of Executive Committee) સહિતના તમામ પ્રભાવશાળી નેતાઓની ટિકિટ કાપી નાખવામાં આવી છે.
Jamnagar : શું ભાજપમાં રહી હંમેશા અમારે પેરાગોન જ ઘસવાના? | Gujarat First
જામનગરમાં પણ યાદી જાહેર થયા બાદ ભાજપમાં ભડકો
પૂર્વ કોર્પોરેટર કેશુભાઇ માડમને ટિકિટ ન મળતા નારાજ
જડીબેન સરવૈયા પણ ટિકિટ ન મળતા થયા નારાજ
બન્ને નેતાઓ ભાજપ છોડી બસપામાં જોડાયા#Jamnagar #BJPRebellion… pic.twitter.com/zuOW9LCvMy— Gujarat First (@GujaratFirst) April 10, 2026
યુવા શક્તિ પર ભાર
પક્ષે આ વખતે ‘ફ્રેશ ફેસ’ (Fresh Face) ફોર્મ્યુલા અપનાવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા અને સક્રિય કાર્યકરોને સત્તાના કેન્દ્રમાં લાવવાનો છે.
રાજકીય અસરો
ભાજપના આ આક્રમક નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. એક તરફ નવા અને યુવા કાર્યકરોમાં ભારે ઉત્સાહ છે, તો બીજી તરફ ટિકિટ કપાવવાને કારણે કેટલાક જૂના અને દિગ્ગજ કાર્યકરોમાં નિરાશાની લાગણી પણ જન્મી શકે છે.
ભારતીય જનતા પાર્ટી (BJP) આ નવા જોશ અને નવા ચહેરાઓ સાથે આગામી ચૂંટણીમાં કેવું પ્રદર્શન કરે છે અને આ દાવ કેટલો સફળ સાબિત થાય છે, તેના પર હવે સૌની મીટ મંડાયેલી છે.
આ પણ વાંચો: Gujarat News Today: આજે 11 એપ્રિલ 2026 ના દિવસે શું થશે ગુજરાતમાં?


