Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar: મનપાની ચૂંટણીમાં ગુજસીટોકનો સકંજો, કોંગ્રેસ ઉમેદવાર અલ્તાફ ખફી ગેંગની ધરપકડ

જામનગર મનપાની ચૂંટણીમાં વોર્ડ નંબર 12 હવે રણમેદાનમાં ફેરવાયું છે. કોંગ્રેસના ઉમેદવાર અલ્તાફ ખફીની ધરપકડ અને ગુજસીટોક હેઠળના કડક સકંજાએ અનેક સવાલો ઊભા કર્યા છે. જેલવાસ અને ચૂંટણી પ્રચાર વચ્ચે ચાલી રહેલી આ વર્ચસ્વની લડાઈમાં ગેંગવોરના પડઘા સંભળાઈ રહ્યા છે. ચૂંટણીના આ માહોલમાં અસલમ ખીલજી અને અલ્તાફ ગેંગ વચ્ચેના સંઘર્ષની પડદા પાછળની કહાની ખરેખર ચોંકાવનારી છે.
jamnagar  મનપાની ચૂંટણીમાં ગુજસીટોકનો સકંજો  કોંગ્રેસ ઉમેદવાર અલ્તાફ ખફી ગેંગની ધરપકડ
Advertisement
  • Jamnagar મનપા ચૂંટણીમાં ખળભળાટ, અલ્તાફ ખફીની ધરપકડ!
  • વોર્ડ નંબર 12 ના કોંગ્રેસ ઉમેદવાર અલ્તાફ ખફી અને ગેંગ ઝડપાઈ
  • ગુજસીટોક હેઠળ ગંભીર ગુનો દાખલ, 23 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર
  • ફરાર આરોપી ગની બશર સહિત 12 સાગરીતો પોલીસના સકંજામાં
  • જેલમાં રહીને ચૂંટણી લડતા અસલમ અને અલ્તાફ ગેંગ વચ્ચે વર્ચસ્વની જંગ
  • 'આપ' અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચેના ગુનાહિત ઇતિહાસથી રાજકારણ ગરમાયું

Jamnagar : ગુજરાતમાં જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી (Jamnagar Municipal Election) પૂર્વે જ અણધાર્યો વળાંક આવ્યો છે. શહેરના વોર્ડ નંબર 12 માં રાજકીય પ્રતિષ્ઠાની સાથે સાથે વર્ચસ્વની લડાઈએ હવે જેલના દરવાજા સુધી પહોંચાડી દીધા છે. કોંગ્રેસના ઉમેદવાર (Congress Candidate) અલ્તાફ ખફી અને તેની ગેંગના એક ડઝન જેટલા શખ્સોની ધરપકડ કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં ચર્ચા જાગી છે.

Jamnagar : ગુજસીટોકનો ગુનો પણ નોંધવામાં આવ્યો

આ કાર્યવાહી માત્ર ધરપકડ પૂરતી સીમિત નથી, પરંતુ પોલીસ દ્વારા ગંભીર ગુના હેઠળ ગુજસીટોક (GUJCTOC) નો ગુનો પણ નોંધવામાં આવ્યો છે. અલ્તાફ ખફીની ધરપકડ સાથે જ અસલમ ખીલજી ગેંગના લાંબા સમયથી ફરાર આરોપી ગની બશરને પણ પોલીસે દબોચી લીધો છે. કોર્ટે અલ્તાફ ખફીના આગામી 23 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેના કારણે અનેક નવા ખુલાસા થવાની શક્યતા છે.

Advertisement

Advertisement

વોર્ડ નંબર 12 ક્રાઈમ અને પોલિટિક્સનું કેન્દ્ર

જામનગરનો વોર્ડ નંબર 12 હવે "ક્રાઈમ અને પોલિટિક્સ" (Crime and Politics) નું કેન્દ્ર બની ગયો હોય તેમ લાગે છે. રસપ્રદ વાત એ છે કે, જેલના સળિયા પાછળ હોવા છતાં બંને ગેંગના લીડરો આ ચૂંટણી લડી રહ્યા છે. એક તરફ 'આપ' (AAP Candidate) ના ઉમેદવાર તરીકે અસલમ ખીલજી મેદાને છે, તો બીજી તરફ અલ્તાફ ખફીના સાગરિતની પત્ની પણ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે. જામનગર પોલીસના આ કડક વલણથી ચૂંટણી પ્રચારમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો: Vadodara ના 210 કરોડના ફ્રોડની ઈનસાઈડ સ્ટોરી, સાયબર સેલે કેવી રીતે બિછાવી હતી શતરંજ?

Tags :
Advertisement

.

×