Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Fake Doctor Jamnagar : રિલાયન્સ કંપનીની મજુર વસાહતમાંથી દવા આપતો બોગસ ડોક્ટર ઝડપાયો

પરપ્રાંતિય બોગસ ડોક્ટર પર SOG પોલીસની કાર્યવાહી સામે આવી છે. સુકુમાર હલદાર મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો
fake doctor jamnagar   રિલાયન્સ કંપનીની મજુર વસાહતમાંથી દવા આપતો બોગસ ડોક્ટર ઝડપાયો
Advertisement
  • પરપ્રાંતિય બોગસ ડોક્ટર પર SOG પોલીસની કાર્યવાહી
  • સુકુમાર હલદાર મેડિકલ ડિગ્રી વગર કરતો હતો પ્રેક્ટિસ
  • પોલીસે દવાઓ, સાધનો સહિતનો મુદ્દામાલ કર્યો જપ્ત

Fake Doctor Jamnagar : જામનગરના મેઘપર ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો છે. જેમાં પરપ્રાંતિય બોગસ ડોક્ટર પર SOG પોલીસની કાર્યવાહી સામે આવી છે. સુકુમાર હલદાર મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો. જેમાં પોલીસે દવાઓ, સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ રિલાયન્સ કંપનીની મજુર વસાહતનો લાભ લેવા નકલી ડોક્ટર આવ્યો હતો.

ધ્રાંગધ્રાના એંજાર ગામેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટર

તેમજ સુરેન્દ્રનગર એસઓજી પોલીસે ધ્રાંગધ્રાના એંજાર ગામેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા બોગસ ડોક્ટરને ઝડપી પાડયો છે. દરોડા દરમિયાન હોસ્પિટલમાંથી રૂપિયા 6,190ની કિંમતની એલોપેથી દવાઓ જપ્ત કરવામાં આવી હતી. ધ્રાંગધ્રા તાલુકાના એંજાર ગામે ક્લિનીક ખોલી બોગસ ડોક્ટર દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાની બાતમીના આધારે એસઓજી પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં દરોડા દરમિયાન એંજાર ગામેથી કોઈ પણ જાતની તબીબી ડિગ્રી કે સર્ટીફીકેટ નહિં હોવા છતાં છેલ્લા ઘણા વર્ષોથી ક્લિનીક ખોલી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટર તુષારભાઈ સંજયભાઈ સરદાર (ઉ.વ.28, હાલ રહે.એંજાર અને મુળ રહે.ઉતરાખંડ)ને ઝડપી લીધો હતો.

Advertisement

પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે

પોલીસે ક્લિનીકમાંથી અલગ-અલગ કંપનીની એલોપેથી દવાનો જથ્થો પણ કબજે કર્યો હતો અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લાના અનેક તાલુકાઓમાં ડિગ્રી ન હોવા છતાં લોકોની સારવાર કરતા બોગસ ડોક્ટરોનો રાફડો ફાટયો છે ત્યારે અન્ય તાલુકાઓમાં પણ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Advertisement

આ પણ વાંચો: Gujarati Top News : આજે 6 જૂન 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?

Tags :
Advertisement

.

×