Jamnagar : જિલ્લામાં 7,237 ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી, આવક વધી-ખર્ચ ઘટ્યો
- જામનગરમાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોનો પ્રબળ પ્રવાહ જોવા મળી રહ્યો છે
- બાગાયતી સહિતના પાકો લઇને ખેડૂતો ઓછા ખર્ચમાં સારોએવો ફાયદો મળવી રહ્યા છે
- ખેડૂતોની સફળતા અન્ય માટે પ્રેરણારૂપ બની રહી છે, અને તેઓ પણ આકર્ષાઇ રહ્યા છે
Jamnagar : હાલ ગુજરાતભરમાં પ્રાકૃતિક ખેતીને આવકાર મળી રહ્યો છે. અને મોટા ભાગના ખેડૂતે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે. જામનગર જિલ્લામાં 7237 ખેડુતો બાગાયત સહિતના પાકોની પ્રાકૃતિક ખેતી અપનાવીને વર્ષે દહાડે લાખો રૂપિયાની ઉપજ મેળવી રહ્યા હોવાની સુખદ વાસ સામે આવી છે. પ્રાકૃતિક ખેતીમાં મેળવેલી ઉપજના રાસાયણિક ખેતીમાં મેળવેલી ઉપજ કરતા વધુ મળી રહી છે. આ સાથે જ રાસાયણિક ખેતીમાં ગ્રાહકોને શોધવા પડતા હતા, જો કે, હવે પ્રાકૃતિક પેદાશોને ગ્રાહકો શોધતા આવે છે, અને ખેડૂતને આ બદલાવનો સીધો ફાયદો મળે છે.
જામનગરના યુવા ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી બન્યા આત્મનિર્ભર | Gujarat First
જામનગર જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા
જિલ્લામાં 7,237 ખેડૂતે બાગાયત સહિતના પાકોની ખેતી અપનાવી
રાસાયણિક ખેતી કરતા પ્રાકૃતિક ખેતીની ઉપજમાં વધારો
હળદર, ગુલાબ તેમજ શાકભાજી, ખારેક, આંબા, મગફળીની ખેતી… pic.twitter.com/COVGDUhrh7— Gujarat First (@GujaratFirst) January 11, 2026
પાકની ગુણવત્તા તથા ઉપજમાં પણ વધારો
આધુનિક યુગમાં વધુ ઉપજ અને ઝડપી નફાની આશામાં મોટાભાગના ખેડુતો રાસાયણિક ખેતી તરફ વળ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોના વધતા ખર્ચ, જમીનની ઉર્વરાશક્તિમાં ઘટાડો તેમજ માનવ સ્વાસ્થ્ય પર પડતા અસરોને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લાના ખેડુતો હવે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. હાલ જામનગર જિલ્લામાં બાગાયત સહિતના વિવિધ પાકોની ખેતી સાથે સંકળાયેલા 7,237 ખેડુતો પ્રાકૃતિક ખેતી અપનાવી ચૂક્યા છે. આ ખેડુતો ગાયના દેશી ખાતર, જીવામૃત, ઘનજીવામૃત, નીમાસ્ત્ર જેવી પદ્ધતિઓથી ખેતી કરી રહ્યા છે. પરિણામે ખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, અને પાકની ગુણવત્તા તથા ઉપજમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ ખેતી અપનાવીને ખેડૂતોએ તેમની આવકમાં નોંધપાત્ર વધારો અને ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.
સરકારે પ્રોત્સાહન પુરૂ પાડ્યું
જામનગર જિલ્લામાં હાલ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતો હળદર, ગુલાબ તેમજ શાકભાજી, ખારેક, આંબા, મગફળી તેમજ કઠોળની ખેતી કરે છે. પ્રાકૃતિક ખેતીમાં મેળવેલી ઉપજ રાસાયણિક ખેતી કરતાં વધુ અને લાંબા ગાળે ફાયદાકારક સાબિત થઈ રહી છે. સાથે સાથે જમીનની તંદુરસ્તી જળવાઈ રહે છે, અને પાણીની બચત પણ થાય છે. સરકાર દ્વારા આપવામાં આવતી તાલીમ અને માર્ગદર્શનથી પ્રાકૃતિક ખેતીને વધુ પ્રોત્સાહન મળી રહ્યું છે, જેના કારણે જામનગર જિલ્લામાં ખેતીનું ચિત્ર ધીમે ધીમે બદલાઈ રહ્યું છે.
હળદરનો પાવડર અને ગુલાબના ગુલકંદની માંગ
દડીયા ગામના ખેડૂત ભાવેશ નંદા જણાવે છે કે, વર્ષ 2019થી હું ગાય આધારિત ખેતી કરું છે. હળદલ, મગફળી, ગુલાબ સહિતનું વાવેતર કરી ઓછા ખર્ચે વધુ આવક મેળવું છું. છેલ્લા ચાર વર્ષથી હળદરનું વાવેતર કરી તેનું પાવડરનું વેંચાણ કરું છું, સાથે જ ગુલાબનું ગુલકંદ જાતે તૈયાર કરી લોકો સુધી પહોંચાડું છું. તથા ઋતુ પ્રમાણે શાકભાજી સહિતનું વાવેતર પણ પ્રાકૃતિક રીતે કરું છું.
અન્યને જોડાવવા આહ્વાન
જામજોધપુર તાલુકાના સતાપર ગામના ખેડૂત વિજય હેરમાં છેલ્લા સાત વર્ષથી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે, આ પદ્ધતિ અપનાવીને તેઓ સારી આવક અને ઉત્તમ ઉત્પાદન મેળવી રહ્યા છે. તેઓ અનાજ, કઠોળ, તેલીબિયાંનું વાવેતર કરે છે, પ્રાકૃતિક ખેતીમાં તેઓ જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત અને મિશ્ર પાક પદ્ધતિનો ઉપયોગ કરે છે. સાથે જ તેઓ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કરે છે. તેઓનું માનવું છે કે, રાસાયણિક ખાતર છોડી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી જમીન ફળદ્રુપ બનાવી શકાય છે, અને લોકોના આરોગ્યને પણ નુકશાન નથી થતું.
મબલખ આવક મળી
જોડિયા તાલુકાના ખેડૂત પરેશભાઈ છેલ્લા આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે. પોતાની તથા અન્ય ભાઈની મળીને 20 વિઘા જમીન પર પરેશભાઈ પ્રાકૃતિક ખેતી કરે છે. તેમનું કહેવું છે કે, પ્રાકૃતિક ખેતીનું જિલ્લા સ્તરનું કેન્દ્ર ચલાવવાથી ઉપજ જાતે જ પ્રોસેસ કરી ગ્રાહક સુધી પહોંચાડી મબલખ આવક મળી રહી છે. તેઓએ હાલ ઘઉં, ચણા વટાણા ધાણાનું હાલ વાવેતર કર્યું છે. પ્રાકૃતિક ખેતીની ઉપજ રાસાયણિક ખેતી કરતા વધુ મળી શકે છે, તેવું તેમણે સાબિત કરી બતાવ્યું છે. ગાય આધારિત ખેતીમાં મિશ્ર પાક લઈ અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે.
આ પણ વાંચો -------- Deesa : ખરડોસણના ખેડૂતે પ્રાકૃતિક ખેતી અપનાવી, એવોર્ડ મેળવીને ગૌરવ વધાર્યું


