Jamnagar : બાઇકસવાર યુવક પર લોખંડનાં પાઇપ વડે જીવલેણ હુમલો, ઘટના CCTV માં કેદ
- જામનગરનાં મીઠોઈ ગામે બાઈકચાલક પર જીવલેણ હુમલો (Jamnagar)
- આરોપીએ સામાન્ય બાબતે લોખંડની પાઈપથી કર્યો હુમલો
- માથામાં પાઈપ વાગતા બાઈક સાથે ચાલક જમીન પર પટકાયો
- હુમલાની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ
જામનગરમાંથી (Jamnagar) ધોળા દિવસે એક હચમચાવે એવી ઘટનાનાં CCTV ફૂટેજ સામે આવ્યા છે. સામાન્ય બાબતમાં એક શખ્સે બાઇકસવાર યુવક પર લોખંડનાં પાઇપ વડે જીવલેણ હુમલો કરતા યુવકે બેહોશ થયો હતો અને જમીન પર પટકાયો હતો. યુવકને ગંભીર ઇજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયો છે. આરોપીએ 'મારા ઘરે આવતો નહીં' તેમ કહીં યુવક પર હુમલો કર્યો હતો. આ મામલે, ફરિયાદ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Nyari Dam Accident Case : 7 દિવસની સારવાર બાદ આશાસ્પદ યુવકનું મોત
આરોપીએ યુવક પર લોખંડનાં પાઇપ વડે હુમલો કર્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર જિલ્લાનાં (Jamnagar) લાલપુર તાલુકાનાં મીઠોઈ ગામે ભરતસિંહ જાડેજાને આરોપી મયુરસિંહ ગોહિલે સામાન્ય બાબતે વિવાદ થતાં મળવા બોલાવ્યો હતો. ભરતસિંહ બાઇક પર મયુરસિંહને મળવા પહોંચ્યો હતો ત્યારે બાઇક પરથી ઉતરે તે પહેલા જ 'મારા ઘરે આવતો નહીં' તેમ કહીને આરોપી મયુરસિંહે ભરતસિંહ પર લોખંડનાં પાઇપ વડે હુમલો કર્યો હતો. માથામાં પાઈપ વાગતા બાઈક સાથે ભરતસિંહ જાડેજા જમીન પર પટકાયો હતો. જીવલેણ હુમલો કરીને આરોપી ભરતસિંહ ત્યાંથી ફરાર થયો હતો.
આ પણ વાંચો - Nadiad : પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરની અધ્યક્ષતામાં 'વન નેશન વન ઇલેક્શન' કાર્યક્રમ યોજાયો
હુમલાની હચમચાવી સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ
સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત ભરતસિંહ જાડેજાને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો. ધોળા દિવસે યુવક પર હુમલાની હચમચાવી આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. ઇજાગ્રસ્ત ભરતસિંહ જાડેજાએ મેઘપર પોલીસ સ્ટેશનમાં (Meghpar Police Station) મીઠોઈ ગામમાં રહેતાં મયુરસિંહ બટુકસિંહ ગોહિલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભરતસિંહની ફરિયાદનાં આધારે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Rajkot : ન્યારી ડેમ અકસ્માત કેસમાં પોલીસનું 'દ્રશ્યમ'! CCTV, નિવેદનોમાં વિરોધાભાસથી અનેક સવાલ