Jamnagar : પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો, મંત્રી રાઘવજી પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
- Jamnagar માં 79 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી
- પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન સમારોહ યોજાયો
- કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
- મંત્રી રાઘવજી પટેલે પોલીસ દળની પરેડનું નિરીક્ષણ કર્યું
Jamnagar : પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે 79 માં સ્વાતંત્ર્ય દિવસની (79th Independence Day) ઉજવણી કરવામાં આવી. ધ્વજવંદન સમારોહમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે (Raghavji Patel) રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને પોલીસ દળની પરેડનું નિરીક્ષણ કર્યું હતું. વિદ્યાર્થીઓએ દેશભક્તિનાં ગીતો અને ડાન્સ રજૂ કર્યો હતો. કાર્યક્રમમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓનું સન્માન પણ કરાયું હતું.
આ પણ વાંચો - Devayat Khavad Controversy : બંને કારનાં માલિક દેવાયત ખવડ ન હોવાનો ખુલાસો! પત્નીની પૂછપરછ, ઘરની તપાસ
Jamnagar માં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
આજે સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય દિવસ પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં પણ વિવિધ જિલ્લાઓમાં ધ્વજવંદન, દેશભક્તી અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજીને સ્વાતંત્ર્ય દિવસની (79th Independence Day) ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે. ત્યારે રાજ્યનાં જામનગરમાં (Jamnagar) પણ નાગરિકોમાં આજે અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - Rajkot શહેર પોલીસે કરી 79 માં સ્વતંત્રતા પર્વની ઉજવણી, 16 અધિકારી-કર્મીને સન્માનિત કરાયા
કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો, પોલીસ દળની પરેડનું નિરીક્ષણ કર્યું
આ ધ્વજવંદન કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ (Raghavji Patel) દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવાયો હતો. ત્યાર બાદ મંત્રી રાઘવજી પટેલે પોલીસ દળની પરેડનું નિરીક્ષણ પણ કર્યું હતું. પરેડમાં પોલીસ જવાનોએ શિસ્તબદ્ધ કવાયત રજૂ કરી હતી. ઉપરાંત, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શિત કરાયા હતા. વિદ્યાર્થીઓએ દેશભક્તિનાં ગીતો અને નૃત્યની પ્રસ્તૂતિ કરી હતી. આજનાં કાર્યક્રમમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓનું એવોર્ડ અને સન્માન પત્ર આપી સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, શાળાનાં વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો - Surat: શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક માટે પસંદગી પામ્યા લોકપ્રિય શિક્ષક ચેતન હિરપરા