Jamnagar: રોકાણના બહાને 4 કરોડની મહાઠગાઈ, આ રીતે લોકોને છેતર્યા!
- Jamnagar માં રોકાણ કરાવી નફાની લાલચે 4 કરોડની ઠગાઈ
- સરકારી કામમાં રોકાણ કરાવી નફો કરાવી આપવાની આપી લાલચ
- મનસીલ કોયાની પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી
- GEM પોર્ટના નામે બોગસ વર્ક ઓર્ડર બનાવી ઠગાઈ કરતો
- ડસ્ટબીન, સ્ટ્રીટ લાઈટ, RO પ્લાન્ટના વર્ક ઓર્ડરના બહાને છેતરપિંડી
- આરોપી ફરિયાદીઓને વિશ્વાસમાં લઈ ચાર કરોડ લઈ ફરાર થયો હતો
Jamnagar Fraud Case:સરકારી કામોમાં રોકાણ કરીને મોટો નફો અપાવવાની લાલચ આપી જામનગરમાં એક શખ્સે અનેક લોકો પાસેથી આશરે 4 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હોવાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. પોલીસે આ સમગ્ર પ્રકરણના મુખ્ય આરોપી મનસીલ કોયા (Mansil Koya) ની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ Government e-Marketplace (GEM) પોર્ટલના નામે બોગસ વર્ક ઓર્ડર (Bogus Work Orders) બનાવીને લોકોને વિશ્વાસમાં લીધા હતા અને ત્યારબાદ કરોડો રૂપિયા લઈ ફરાર થઈ ગયો હતો.
Jamnagar માં નફાની લાલચ આપીને વિશ્વાસ કેળવ્યો
જામનગરના નાગર ચકલો, સારા કુવાની સામે હવાઇયોક નજીક રહેતાં આરોપી મનસીલ હર્ષદભાઈ કોયાએ ફરિયાદીઓ અને અન્ય સાહેદોને પોતાની જાળમાં ફસાવવા માટે એક ચોક્કસ મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. તેણે લોકોને જણાવ્યું હતું કે તેને ગ્રામ પંચાયત અને અન્ય સરકારી વિભાગોના વિવિધ કામોના વર્ક ઓર્ડર મળેલા છે. આ કામોમાં રોકાણ કરવાથી તેમને ટકાવારીના ધોરણે મોટો નફો મળશે, તેવી લાલચ આપી હતી. આ રીતે તેણે અનેક લોકોને વિશ્વાસમાં લીધા અને રોકાણના નામે તેમની પાસેથી મોટી રકમ પડાવી લીધી હતી.
GEM પોર્ટલના નામે બોગસ વર્ક ઓર્ડરનો ઉપયોગ
ઠગાઈને અંજામ આપવા માટે આરોપીએ સરકારી ઓનલાઈન વેબસાઈટ Government e-Marketplace (GEM) પોર્ટલના નામનો દુરૂપયોગ કર્યો હતો. તેણે આ પોર્ટલના નામે ખોટા વર્ક ઓર્ડરો (Bogus Work Orders) બનાવ્યા હતા. આ બોગસ વર્ક ઓર્ડરોને ફરિયાદીઓ સમક્ષ રજૂ કરીને તે "ખરા" દસ્તાવેજો છે તેમ માની લેવા માટે મજબૂર કર્યા હતા. આ ખોટા દસ્તાવેજોના આધારે જ તેણે કરોડો રૂપિયા પડાવ્યા હતા. આરોપીએ રોકાણ મેળવવા માટે જે સરકારી કામોના બહાના બનાવ્યા હતા.
ગ્રામ પંચાયતમાં ડસ્ટબીન સપ્લાય કરવાના કામો. સ્ટ્રીટ લાઇટો લગાવવાના અને પૂરા પાડવાના કામો. આર.ઓ. પ્લાન્ટ સ્થાપિત કરવાના કામો. આવા સરકારી કામોના ખોટા વર્ક ઓર્ડરો ફરિયાદીઓને બતાવી, રોકાણની સામે ઊંચા નફાની લાલચ આપીને આશરે રૂપિયા 4 કરોડની રકમ ભેગી કરીને આરોપી ફરાર થઈ ગયો હતો.
આખરે આરોપી મનસીલ કોયા પોલીસના સકંજામાં
લાંબા સમય સુધી ફરિયાદીઓ અને રોકાણકારોને નફો કે મૂળ રકમ પરત ન મળતા આ મામલે જામનગર સીટી એ ડિવિઝન પોલીસ મથકે 27 નવેમ્બરે 2025ના રોજ ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે તુરંત કાર્યવાહી કરીને તપાસ શરૂ કરી હતી. આખરે આરોપી અમદાવાદમાંથી મનસીલ હર્ષદભાઈ કોયા પોલીસના સકંજામાં આવી ગયો છે. સમગ્ર કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, તેમજ પડાવેલી રકમની વસૂલાત માટે વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ છેતરપિંડી કરતી ટોળકીઓથી સાવધાન રહેવા સંદેશ આપ્યો છે.
આ પણ વાંચોઃ ચૈતર વસાવા બેફામ બોલે તો પણ દર્શનાબેન જવાબ આપતા નથી: Mansukhbhai Vasava