Jamnagar ની GIDC માં યુવકની હત્યાથી ચકચાર, પરિવારમાં હૈયાફાટ આક્રંદ
Jamnagar ની GIDC માં યુવકની હત્યાથી ચકચાર, પરિવારમાં હૈયાફાટ આક્રંદના GIDC વિસ્તારમાં બિહારના મૂળ વતની સૂર્યકુમાર નામના યુવકની હત્યાની ઘટનાથી ચકચાર મચી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી મૃતદેહને જી.જી. હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. હત્યાનું કારણ અને આરોપીઓ અંગે તપાસ ચાલી રહી છે. પરિવારજનો શોકમાં છે અને આરોપીઓને વહેલી તકે ઝડપી કડક સજાની માંગ કરી છે.
Advertisement
Jamnagar Murder Case: જામનગરના GIDC વિસ્તારમાં યુવકની હત્યાની ઘટનાથી ચકચાર મચી છે. પ્રાથમિક માહિતી મુજબ બિહાર (Bihar) ના મૂળ વતની સૂર્યકુમાર નામના યુવકની હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે સમગ્ર વિસ્તારની તપાસ શરૂ કરી હત્યાની ઘટનાને લઈને જરૂરી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે.

