Jamnagar માં 19 વર્ષીય કોલેજિયન યુવતીના આપઘાતથી ખળભળાટ, દાદાની કઈ વાતનું લાગ્યું ખોટું?
જામનગરના હવાઈચોક વિસ્તારમાં 19 વર્ષીય કોલેજિયન યુવતીનું આપઘાતથી મોત થયું છે. યુવતીને ગત વર્ષે પરીક્ષામાં કેટી આવી હતી અને તે અભ્યાસ કરી રહી હતી. મોબાઇલનો ઉપયોગ ઓછો કરી અભ્યાસમાં ધ્યાન આપવા દાદાએ ઠપકો આપ્યાનો પોલીસ નોંધમાં ઉલ્લેખ છે. સીટી ‘એ’ ડિવિઝન પોલીસે BNSS કલમ 194 હેઠળ અકસ્માતે મૃત્યુની નોંધ કરી તપાસ શરૂ કરી છે. ઘટનાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
Advertisement
Jamnagar College Student Death: જામનગરના હવાઈચોક વિસ્તારમાં 19 વર્ષીય કોલેજિયન યુવતીએ પોતાના ઘરે આપઘાત કરતાં ખળભળાટ મચી ગયો છે. યુવતીને ગત વર્ષે પરીક્ષામાં કેટી (KT) આવી હોવાથી તે અભ્યાસ કરી રહી હતી. જેથી દાદાએ મોબાઈલનો ઉપયોગ ઓછો કરીને અભ્યાસમાં ધ્યાન આપવા ઠપકો આપ્યો હતો. ઠપકા બાદ યુવતીએ એકાએક આપઘાત કરી લીધો છે. આ ઘટના બાદ સીટી ‘એ’ ડિવિઝન પોલીસે BNSSની કલમ 194 હેઠળ અકસ્માતે મૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

