ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jamnagar: જોડિયાના બાલંભા પાટિયા પાસે બની હિટ એન્ડ રનની ઘટના, 3 લોકોના મોત

Jamnagar: જામનગરમાં હિટ એન્ડ રનની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જામનગરના જોડિયાના બાલંભા પાટિયા પાસે અજાણ્યા વાહન ચાલકે પદયાત્રિકોને ટક્કર મારી હોવાનું સામે આવ્યું છે.
10:33 AM Feb 17, 2025 IST | VIMAL PRAJAPATI
Jamnagar: જામનગરમાં હિટ એન્ડ રનની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જામનગરના જોડિયાના બાલંભા પાટિયા પાસે અજાણ્યા વાહન ચાલકે પદયાત્રિકોને ટક્કર મારી હોવાનું સામે આવ્યું છે.
hit and run incident, Jamnagar
  1. જોડિયાના બાલંભા પાટિયા પાસે હિટ એન્ડ રન, 3ના મોત
  2. કચ્છથી દ્વારકા જઈ રહેલા પદયાત્રીઓને મારી ટક્કર
  3. અજાણ્યા વાહનની ટક્કરે 3 પદયાત્રીઓનો નીપજ્યા મોત

Jamnagar: જામનગરમાં હિટ એન્ડ રનની ઘટના બની હોવાનું સામે આવ્યું છે. જામનગરના જોડિયાના બાલંભા પાટિયા પાસે અજાણ્યા વાહન ચાલકે પદયાત્રિકોને ટક્કર મારી હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે આ પદયાત્રિકો કચ્છથી દ્વારકા જઈ રહ્યાં હતાં. ત્યાં જામનગરના જોડિયાના બાલંભા પાટિયા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં 3 લોકોના મોત થયાં છે. નોંધનીય છે કે, અજાણ્યા વાહનની ટક્કરે 3 પદયાત્રીઓનો મોત નીપજ્યા છે.

અજાણ્યા વાહને પદયાત્રિકોને મારી ટક્કર

મહત્વની વાત એ છે કે, પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી અત્યારે કાર્યવાહી હાથ ધરી દીધી છે. કારણ કે, જામનગર જિલ્લામાં હિટ એન્ડ રનની ઘટના બની અને પદયાત્રીઓને ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જેને શોધવાની પણ પોલીસે તજવીજ હાથ ધરી દીધી છે. આ પદયાત્રિકો કચ્છથી દ્વારકા જઈ રહ્યા હતા. પરંતુ રસ્તામાં જ તેમને કાળ ભરખી ગયો.

આ પણ વાંચો: Bhavnagar: લીમડા નજીક ખાનગી બસ પલ્ટી, 10 થી 15 મુસાફરો ઇજાગ્રસ્ત

સુરતમાં પણ બની હતી હિટ એન્ડ રનની ઘટના

રોડ અકસ્માતની ઘટનીઓ અત્યારે ખુબ જ વધી રહી છે.  થોડા દિવસ પહેલા સુરતમાં પણ આવી જ એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં સગા બે ભાઈનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે આજે જામનગરમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. બેફામ આવતો વાહનચાલક પદયાત્રીઓને ટક્કર મારીને ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
accident newsGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top Newshit and run AccidentHit And Run Casehit and run incidentJamnagarJodiana Balambha PatiyaLatest Gujarati News
Next Article