Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar ના જડેશ્વર પાર્કમાં દબાણ હટાવતાં હોબાળો, પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ

જામનગરના જડેશ્વર પાર્કમાં 10 હજાર ફૂટ સરકારી જમીન પર ખડકાયેલા 3 મકાન અને 3 દુકાનોના દબાણ દૂર કરાયા હતા. કામગીરી દરમિયાન સ્થાનિક મહિલાઓએ ઉગ્ર વિરોધ કરી પથ્થરમારો કરવાની ધમકી આપી હતી. પોલીસે વિરોધ કરનાર મહિલાઓની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગાડા માર્ગ ખુલ્લો કરાવ્યો હતો.
jamnagar ના જડેશ્વર પાર્કમાં દબાણ હટાવતાં હોબાળો  પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ
Advertisement
  • Jamnagar ના જડેશ્વર પાર્કમાં દબાણ હટાવતા હોબાળો
  • દબાણ હટાવવામાં બાધારૂપ બનતા લોકોની અટકાયત
  • મહિલા તાબે ન થતા પોલીસે ટીંગાટોળી કરવી પડી

Jamnagar: જામનગર શહેરના જડેશ્વર પાર્ક (Jadeshwar Park) વિસ્તારમાં આજે વહીવટી તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ખડકાયેલા દબાણો દૂર કરવા ગયેલી ટીમનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ (Protest) કર્યો છે. ખાસ કરીને 6 જેટલા આસામીઓએ ગાડા માર્ગની અંદાજે 10 હજાર ફૂટ સરકારી જમીન પર કબજો જમાવી ત્યાં 3 મકાન અને 3 દુકાનોનું નિર્માણ કર્યું છે. જેને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.

વૃધ્ધ મહિલાની અટકાયત

દબાણ હટાવવાની કામગીરી દરમિયાન વાતાવરણ ત્યારે તંગ બન્યું જ્યારે એક મહિલાએ જેસીબી ચાલક સામે પથ્થર ઉપાડી તેને મારી નાખવાની ધમકી (Threat) આપી હતી. મહિલાઓ અને અન્ય લોકો દબાણ હટાવવાની પ્રક્રિયામાં અવરોધ (Obstacle)રૂપ બનતા પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી. પોલીસની સમજાવટ છતાં એક વૃધ્ધ મહિલા તાબે ન થતા અંતે પોલીસે તેની ટીંગાટોળી (Lifting) કરીને અટકાયત કરવી પડી હતી. ઉગ્ર વિરોધ કરનાર મહિલાને પોલીસ વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન (Police Station) લઈ જવામાં આવી હતી.

Advertisement

JAMANAGAR_DEMOLITION_GujaratFirst 2

Advertisement

તંત્રએ 3 મકાન અને 3 દુકાનો તોડી પાડી

તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી અંતર્ગત 10 હજાર ચોરસ ફૂટ જેટલી કિંમતી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Police Security) તૈનાત કરવામાં આવ્યો છે. ભારે હોબાળા અને વિરોધ વચ્ચે પણ તંત્રએ મક્કમતા બતાવી તમામ 3 મકાન અને 3 દુકાનો પર બુલડોઝર ફેરવી દીધું છે.

JAMANAGAR_DEMOLITION_GujaratFirst 22

હાલ શાંતિપૂર્ણ માહોલ

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ગાડા માર્ગ પર લાંબા સમયથી દબાણ હોવાને કારણે અવરજવરમાં મુશ્કેલી પડતી હતી. આખરે તંત્રએ કાર્યવાહી હાથ ધરી સરકારી મિલકત (Government Property) ખુલ્લી કરાવી છે. હાલ આ વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે પરંતુ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જેથી ફરી કોઈ ઘર્ષણની સ્થિતિ પેદા ન થાય.

આ પણ વાંચોઃ Surat: 'મારી પાસે વહુને દેવા કંઈ નહોતું એટલે ચોરી કરી', કતારગામમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો

Tags :
Advertisement

.

×