Jamnagar માં બિલ્ડરના ઈશારે તંત્રની જોહુકમી? વૃદ્ધ દંપતીના આસરા પર બુલડોઝર ફરતાં Ahir Samaj રોષે
- આહિર વૃદ્ધ દંપતીનું ઘરો તોડી પડાતાં Ahir Samaj સમાજનો વિરોધ
- સાધના કોલોનીમાં આહિર સમાજના વડીલો, અગ્રણીઓ એકઠા થયા
- ન્યાય નહીં મળે ત્યાં સુધી લડત ચલાવવાનો સમાજનો એક સૂર
- ડિમોલિશન થયું ત્યાં મકાન બનાવવાની માંગ કરાઇ
Jamnagar Demolition Ahir Samaj Protest: જામનગરના જડેશ્વર પાર્ક (Jadeshwar Park) વિસ્તારમાં આહિર સમાજના એક વૃદ્ધ દંપતીના મકાન પર મહાનગરપાલિકા (Municipal Corporation) દ્વારા ફેરવી દેવાયેલા બુલડોઝરનો મામલો હવે રાજ્યવ્યાપી આક્રોશમાં ફેરવાઈ રહ્યો છે. સાધના કોલોની ખાતે આજે આહિર સમાજના વડીલો, અગ્રણીઓ, યુવાનો અને મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ તંત્ર સામે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા.
Ahir Samaj ના તંત્ર સામે ગંભીર આક્ષેપો
સમાજના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, આશરે સવા લાખ ફૂટ જેટલી વિશાળ જગ્યામાં તંત્રએ જે ડિમોલિશન (Demolition) હાથ ધર્યું છે, તે કોઈ બિલ્ડરના ઈશારે કરવામાં આવ્યું છે. ભોગ બનનાર વૃદ્ધ દંપતીએ આ જમીન 4 દાયકા પૂર્વે મૂળ માલિક પાસેથી ખરીદી હતી. આટલા લાંબા સમયથી રહેતા પરિવારનો આસરો એકાએક છીનવી લેવાતા સ્થાનિકોમાં ભારે રોષ છે. ખાસ કરીને ડિમોલિશન દરમિયાન પોલીસે વૃદ્ધ મહિલાની જે રીતે ટીંગાટોળી (Manhandling) કરી હતી, તેના વીડિયો વાયરલ થતા મામલો વધુ ગરમાયો છે.
રાજકીય અને સામાજિક મોરચો
આ અન્યાય સામે અવાજ ઉઠાવવા પૂર્વ સાંસદ વિક્રમ માડમ, ધારાસભ્ય હેમત ખવા તેમજ આહિર સમાજના તમામ સંગઠનોના હોદ્દેદારો મેદાને આવ્યા છે. આજે મળેલી મહત્વની બેઠકમાં (Meeting) આગામી રણનીતિ નક્કી કરવામાં આવી હતી. તમામ નેતાઓએ એકી અવાજે હુંકાર કર્યો હતો કે, જ્યાં સુધી આ પરિવારને ન્યાય (Justice) નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે.
ફરી પાયા ખોદાયા: ‘મકાન તો ત્યાં જ બનશે’
સમાજના આક્રોશ વચ્ચે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિમોલિશન થયેલી જગ્યા પર જ ફરીથી વૃદ્ધ દંપતીની હાજરીમાં પાયા રૂપી બેલા (Foundation Stones) મૂકવામાં આવ્યા હતા. સમાજે નિર્ધાર કર્યો છે કે તંત્ર ભલે ગમે તેટલું જોર લગાવે, પરંતુ મકાન તો તે જ સ્થાને બનશે જ્યાં તેને તોડી પાડવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Jamnagar ના જડેશ્વર પાર્કમાં દબાણ હટાવતાં હોબાળો, પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ


