Gujarat Monsoon 2026: કાલાવડ-ધોરાજી સ્ટેટ હાઈવે થયો બંધ, મુસાફરો અધવચ્ચે અટવાયા
Gujarat Monsoon 2026: જામનગરના કાલાવડ શહેર અને ગ્રામ્ય પંથકમાં મોસમનો પ્રથમ ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. આ આકાશી આફત વચ્ચે ટોડા ગામ પાસે રોડનું ડાયવર્ઝન ધોવાઈ જતાં કાલાવડ-ધોરાજી સ્ટેટ હાઈવે બંધ થઈ ગયો છે, જેને ખોલવા માટે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઈ છે.
Advertisement
Gujarat Monsoon 2026: ગુજરાત (Gujarat) માં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે જામનગર (Jamnagar) જિલ્લામાંથી ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. જામનગરના કાલાવડ (Kalavad) પંથકમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. કાલાવડ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો (Rural Areas) માં મોસમનો પ્રથમ વરસાદ જ ધોધમાર સ્વરૂપે તૂટી પડ્યો છે. લાંબા સમયના ઉકળાટ અને ગરમી બાદ શરૂ થયેલા આ અનરાધાર વરસાદના કારણે સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો છે અને જનજીવન પર તેની વ્યાપક અસર પડી છે.

