Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar News: સતીયા ગામે મહિલા પર ટોળાનો ઘાતકી હુમલો, 22 શખ્સો સામે ફરિયાદ, જાણો મામલો

જામનગરના કાલાવડના સતીયા ગામે પ્રેમ પ્રકરણની અદાવતમાં મોડી રાત્રે ૨૨ જેટલા શખ્સોએ હથિયારો સાથે હુમલો કર્યો હતો. યુવતી પક્ષના લોકોએ પરિવારને ઘેરીને માર માર્યો હતો, જેમાં મહિલાને ગંભીર ઈજા પહોંચી છે. પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. ઘટનાને પગલે ગ્રામ્ય વિસ્તારમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે.
jamnagar news  સતીયા ગામે મહિલા પર ટોળાનો ઘાતકી હુમલો  22 શખ્સો સામે ફરિયાદ  જાણો મામલો
Advertisement

Jamnagar News: જામનગર જિલ્લાના કાલાવડમાં આવેલા સતીયા ગામે મોડી રાત્રે હિંસક ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધની અદાવતમાં યુવતી પક્ષના લોકો અને તેમના સાગરીતોએ ગુનાહિત કાવતરું (Criminal Conspiracy) ઘડી સતીયા ગામમાં આતંક મચાવ્યો હતો. હથિયારધારી ટોળાએ ગામમાં પ્રવેશ કરી પરિવાર પર જીવલેણ હુમલો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે.

પરિવાર પર જીવલેણ હુમલો

સતીયા ગામના જાપા પાસે રાત્રિના સમયે 22 શખ્સોનું ટોળું સાત જેટલી ફોરવ્હીલર ગાડીઓમાં ધસી આવ્યું હતું. આ ટોળાએ હાથમાં લોખંડની પાઇપ અને અન્ય ઘાતક હથિયારો (Deadly Weapons) સાથે પરિવારને ઘેરી લીધો હતો. મુખ્ય આરોપી ભરત ઝાપડાએ જાનથી મારી નાખવાના ઇરાદાથી સાહેદ કુંજલબેનના માથામાં લોખંડનો પાઇપ ફટકારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ હુમલાને પગલે હત્યાના પ્રયાસનો ગંભીર ગુનો નોંધાયો છે.

Advertisement

Advertisement

અદાવતનું કારણ અને આતંક

પ્રાપ્ત વિગતો અનુસાર, સતીયા ગામનો એક યુવાન આરોપીઓના પરિવારની યુવતીને પ્રેમ સંબંધમાં ભગાડી ગયો હતો. આ બાબતની અદાવત રાખીને યુવતીના પક્ષના લોકોએ આ હુમલો કર્યો હતો. ગામમાં બેફામ ગાળો ભાંડી, હથિયારો લહેરાવી અને પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને આરોપીઓએ હથિયારબંધીના જાહેરનામાના લીરેલીરા ઉડાડી દીધા હતા.

કાલાવડ ગ્રામ્ય પોલીસની કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ કાલાવડ ગ્રામ્ય પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ભોગ બનનાર પરિવારની ફરિયાદના આધારે પોલીસે 22 જેટલા હુમલાખોરો વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Jamnagar: ધ્રોલના નાના ગરેડીયામાં ચેકડેમના કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપથી ખળભળાટ

Tags :
Advertisement

.

×