જામનગરમાં મોટી દુર્ઘટના: ખડ ખંભાળિયા ડેમમાં નાહવા પડેલા યુવાનનું ડૂબી જવાથી કરુણ મોત
Jamnagar Dam Drowning Incident: જામનગરના ખડ ખંભાળિયા ડેમમાં નાહવા પડેલા 3 મિત્રોમાંથી 1 યુવાનનું ડૂબી જવાથી મોત થયું છે, જ્યારે 2નો આબાદ બચાવ થયો છે. કાલાવડ ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ મૃતદેહ બહાર કાઢ્યો હતો. ઘટના પગલે તંત્રએ ચોમાસામાં જળાશયોમાં ન નાહવા અપીલ કરી છે.
Advertisement
Jamnagar Dam Drowning Incident: જામનગર (Jamnagar) નજીક આવેલા ખડ ખંભાળિયા ડેમ (Khad Khambhalia Dam) પર રવિવારની રજા માણવા ગયેલા મિત્રો માટે પિકનિક માતમમાં ફેરવાઈ ગઈ છે. ડેમના પાણીમાં નાહવા પડેલા ત્રણ મિત્રોમાંથી એક આશાસ્પદ યુવાન ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેનું ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે. આ અકસ્માતની ઘટનાને પગલે મૃતક યુવાનના પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે અને સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.

