Jamnagar માં બુટલેગરોમાં ફફડાટ, Police એ રુ.3.25 કરોડના દારૂની નદીઓ વહાવી, હજારો બોટલોનો કર્યો નાશ
ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જામનગર જિલ્લા પોલીસ તંત્રએ ગેરકાયદે દારુનું વેચાણ કરતા તત્વો સામે લાલ આંખ કરી છે. લાલપુર ડિવિઝનના ચાર પોલીસ મથકોમાં પકડાયેલા કરોડો રૂપિયાના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. સરકારી સમિતિ અને આઈપીએસ અધિકારીઓની દેખરેખ હેઠળ ગવર્નમેન્ટ કોલેજના મેદાનમાં 3,25,56,331 રૂપિયાની કિંમતની 4223 બોટલો પર જેસીબી રોલર ફેરવી દેતાં બુટલેગરોમાં ભારે સન્નાટો પ્રસરી ગયો છે.
Advertisement
Jamnagar Police Liquor Destruction : ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે જામનગર જિલ્લા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. લાલપુર ડિવિઝન હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાંથી પકડાયેલા ગેરકાયદે વિદેશી દારૂના વિશાળ જથ્થાનો કાયદાકીય રીતે નિકાલ કરવામાં આવ્યો છે. અસામાજિક તત્વો સામે કડક વલણ અપનાવીને પોલીસ તંત્રએ જપ્ત કરેલા દારુના જથ્થાને જાહેરમાં નષ્ટ કરવાની મોટી કાર્યવાહી કરી. આ કાર્યવાહીથી બુટલેગરો અને ગેરકાયદે વેપાર કરતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

