Jamnagar: ડુંગળીની આવકથી છલકાયું માર્કેટિંગ યાર્ડ, ભાવ સારો મળતા ખેડૂતો રાજીના રેડ
- માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ વખત ડુંગળીની બહોળી આવક
- માર્કેટ યાર્ડની બહાર લાગી વાહનોની લાંબી કતારો
- ભાવ સારો મળતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ
Jamnagar: જામનગર માર્કેટિંગ યાર્ડમા ડુંગળી ઐતિહાસિક મબલખ આવક થઈ હોવાના સમાચાર સામે આવ્યાં છે. જામનગર માર્કેટિંગ યાર્ડમાં પ્રથમ વખત ડુંગળીની બહોળી આવક થઈ છે. મળતી જાણકારી પ્રમાણે માર્કેટ યાર્ડની બહાર ડુંગળી ભરેલા વાહનોની લાંબી કતારો લાગી છે. પાક તૈયાર થતાની સાથે રવિવારે સાંજથી ખેડુતો ડુંગળી લઈને માર્કેટ યાર્ડમાં આવ્યાં છે.
આ પણ વાંચો: Banaskantha : પાલનપુરમાં યુવતીએ જીવનલીલા સંકેલી, વીડિયો વાયરલ કરી કોની માંગી માફી?
અંદાજે 15,000 ગુણી ડુંગળીની આવક નોંધાઈ
મહત્વની વાત એ છે કે, રવિવારે સાંજથી ખેડૂતો માર્કેટ યાર્ડમાં આવી રહીં છે. જેથી આજે ખેડૂતોને કલાકો સુધી રાહ જોવા મજબુર થવું પડ્યું હતું. મળતા અહેવાલો પ્રમાણે એક જ દિવસમા 225 વાહન અને અંદાજે 15,000 ગુણી ડુંગળીની આવક નોંધાઈ છે. માર્કેટ યાર્ડમાં અત્યારે વાહનોની લાંબી કતારો જોવા મળી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આખુ માર્કેટ યાર્ડ અત્યારે ડુંગળીની આવકથી ઉભરાયું છે.
આ પણ વાંચો: VADODARA : પ્લાયવુડની આડમાં લઇ જવાતો રૂ. 57.75 લાખનો દારૂ જપ્ત, ગ્રામ્ય LCB નો સપાટો
ડુંગળીનો સારો ભાવ મળતા ખેડૂતોના ચહેરા પર ખુશી દેખાઈ
અત્યારે એટલા પ્રમાણમાં ડુંગળીના આવક નોંધાઈ છે કે, માર્કેટ યાર્ડ દ્વારા ડુંગળીની નવી આવક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો. વહેલી સવારથી કડકડતી ઠંડીમાં પણ ખેડૂતો માર્કેટ યાર્ડમાં રાહ જોવા માટે મજબૂર બન્યાં છે. જો કે, ડુંગળીનો ભાવ સારો મળતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે. ભાવ સારો સંભળાતા જગતના તાતના ચહેરા પર ખુશીઓ જોવા મળી હતી. આજે જામનગર માર્કેટ યાર્ડ ડુંગળીની આવકથી ઉભરાયું છે.
આ પણ વાંચો: Weather Alert: કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહી, અમદાવાદમાં નોધાંયુ 13.5 ડિગ્રી તાપમાન