Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Jamnagar: રેલવેની જગ્યાઓ પરના દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન શરૂ

Jamnagar: દિગ્જામ સર્કલ વિસ્તારમાં તંત્ર દ્વારા ઓપરેશન ડિમોલિશન હાથ ધરાયુ કરોડો રૂપિયાની કિંમતી જમીન પર વર્ષોથી દબાણ થયુ છે સાંજ સુધીમાં તમામ દબાણ દૂર થવાની સંભાવના છે Jamnagar: જામનગર શહેરમાં રેલવેની જગ્યાઓ પરના દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન શરૂ...
jamnagar  રેલવેની જગ્યાઓ પરના દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન શરૂ
Advertisement
  • Jamnagar: દિગ્જામ સર્કલ વિસ્તારમાં તંત્ર દ્વારા ઓપરેશન ડિમોલિશન હાથ ધરાયુ
  • કરોડો રૂપિયાની કિંમતી જમીન પર વર્ષોથી દબાણ થયુ છે
  • સાંજ સુધીમાં તમામ દબાણ દૂર થવાની સંભાવના છે

Jamnagar: જામનગર શહેરમાં રેલવેની જગ્યાઓ પરના દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન શરૂ કરાયુ છે. જેમાં દિગ્જામ સર્કલ વિસ્તારમાં તંત્ર દ્વારા ઓપરેશન ડિમોલિશન હાથ ધરાયુ છે. કરોડો રૂપિયાની કિંમતી જમીન પર વર્ષોથી દબાણ થયુ છે. જેમાં દબાણ હટાવવા મનપાએ પોલીસ તંત્રનો સહારો લીધો છે. તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત ત્રણેય ડિવિઝનનો સ્ટાફ સ્થળ પર હાજર છે.

સાંજ સુધીમાં તમામ દબાણ દૂર થવાની સંભાવના છે

મેગા ડિમોલિશન માટે જેસીબી, ટ્રેકટર સહિતના સાધનો લઈ મનપાની ટીમ સ્થળ પર પહોંચી છે. જેમાં સાંજ સુધીમાં તમામ દબાણ દૂર થવાની સંભાવના છે. રેલવેના ડબલ ટ્રેક કામગીરીને લઈને દબાણો દૂર કરવા મેગા ડિમોલિશન હાથ ધરાયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. શહેરમાં રેલવેની માલિકીની કરોડો રૂપિયાની કિંમતી જમીન પર વર્ષોથી થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા એક વિશાળ પાયે ડિમોલિશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. શહેરના દિગ્જામ સર્કલ વિસ્તારમાં ચાલી રહેલી આ કાર્યવાહી રેલવેના મહત્વપૂર્ણ ડબલ ટ્રેક પ્રોજેક્ટ માટે અત્યંત જરૂરી બની હતી.

Advertisement

Advertisement

Jamnagar: અતિક્રમણ કરીને ઉભા કરાયેલા બાંધકામો વિકાસના કામમાં અડચણરૂપ

રેલવે જમીન પર લાંબા સમયથી અતિક્રમણ કરીને ઉભા કરાયેલા બાંધકામો વિકાસના કામમાં અડચણરૂપ બનતા હતા. જેને પગલે આજે વહેલી સવારથી જ તંત્ર સંપૂર્ણ તૈયારી સાથે મેદાનમાં ઉતર્યું છે. બુલડોઝર, જેસીબી સહિતના ભારે સાધનો દ્વારા દબાણો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

તમામ ગેરકાયદેસર દબાણો સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે

આ મેગા ઓપરેશન દરમિયાન કોઈ અણચાહેલી પરિસ્થિતિ ન સર્જાય તે માટે પોલીસનો વિશાળ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત સ્ટાફ સ્થળ પર હાજર છે અને સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે. તંત્રના જણાવ્યા મુજબ સાંજ સુધીમાં તમામ ગેરકાયદેસર દબાણો સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે.

આ પણ વાંચો: US Investment in Balochistan: અમેરિકાની નજર વિશ્વના સૌથી મોટા સોનાના ભંડાર પર

Tags :
Advertisement

.

×