Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar રિલાયન્સ રિફાઇનરીમાં આતંકવાદી હુમલો? જાણો શું છે હકીકત!

જામનગર (Jamnagar) સ્થિત વિશ્વની સૌથી મોટી રિલાયન્સ રિફાઇનરી (Reliance Refinery) ખાતે આતંકવાદી હુમલો (Terrorist Attack) થયો હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર પંથકમાં ભારે ઉત્તેજના અને ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે, થોડા સમય બાદ જિલ્લા વહીવટી તંત્ર (District Administration) દ્વારા આ એક 'નેશનલ લેવલ મોકડ્રીલ' (National Level Mock Drill) હોવાની જાહેરાત કરવામાં આવતા પરિસ્થિતિ થાળે પડી હતી.
jamnagar રિલાયન્સ રિફાઇનરીમાં આતંકવાદી હુમલો  જાણો શું છે હકીકત
Advertisement
  • જામનગર (Jamnagar) રિલાયન્સ રિફાઇનરીમાં આતંકી હુમલાની મોકડ્રિલ
  • NSG સાથે સંકલિત બચાવ કામગીરી સફળ રહી
  • મોકડ્રિલમાં 4 આતંકીઓ નિષ્પ્રભાવિત, 9 હોસ્ટેજ બચાવાયા
  • NSG, CISF, ચેતક કમાન્ડોની જોઇન્ટ ઓપરેશન
  • આતંકી મોકડ્રિલમાં 10 હોસ્ટેજમાંથી 9 બચાવાયા
  • CISF, QRT અને NSGની સંયુક્ત કવાયત

જામનગર (Jamnagar) સ્થિત વિશ્વની સૌથી મોટી રિલાયન્સ રિફાઇનરી (Reliance Refinery) ખાતે આતંકવાદી હુમલો (Terrorist Attack) થયો હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર પંથકમાં ભારે ઉત્તેજના અને ફફડાટ વ્યાપી ગયો હતો. જોકે, થોડા સમય બાદ જિલ્લા વહીવટી તંત્ર (District Administration) દ્વારા આ એક 'નેશનલ લેવલ મોકડ્રીલ' (National Level Mock Drill) હોવાની જાહેરાત કરવામાં આવતા પરિસ્થિતિ થાળે પડી હતી. આ ડ્રીલ દ્વારા ગુજરાતના સુરક્ષા કવચ અને આપત્તિ વ્યવસ્થાપન (Disaster Management) ની ક્ષમતાનું સફળ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

જામનગર (Jamnagar) રિલાયન્સ રિફાઇનરીમાં આતંકી હુમલાની મોકડ્રિલ

ઘટનાની શરૂઆત ત્યારે થઈ જ્યારે જામનગર જિલ્લા કંટ્રોલ રૂમ (Control Room) ને રિફાઇનરી વિસ્તારમાં શંકાસ્પદ આતંકવાદી ગતિવિધિઓ અને હુમલા અંગેનો સંદેશ મળ્યો. કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ તાત્કાલિક અસરથી તમામ સુરક્ષા એજન્સીઓને એલર્ટ (Alert) કરવામાં આવી હતી.રિલાયન્સના 'RV' ગેટ નજીક સર્જાયેલી આ કટોકટીની સ્થિતિમાં વિવિધ વિભાગોની ટીમો યુદ્ધના ધોરણે (War Footing) ઘટનાસ્થળે પહોંચી હતી. સમગ્ર વિસ્તારને ત્વરિત કોર્ડન (Cordon) કરી લેવામાં આવ્યો હતો અને સર્ચ ઓપરેશન (Search Operation) હાથ ધરવામાં આવ્યું હતું.

Advertisement

Jamnagar Reliance Refinery Mock Drill- Gujarat first 2

Advertisement

સુરક્ષા એજન્સીઓનું સંકલન

આ ઓપરેશનમાં સ્થાનિક પોલીસ ઉપરાંત અત્યાધુનિક સુરક્ષા દળોએ ભાગ લીધો હતો:

NSG (National Security Guard): રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના કમાન્ડોએ ઓપરેશનનું નેતૃત્વ સંભાળ્યું હતું.

Chetak Commandos: ગુજરાતના સ્પેશિયલ ફોર્સ 'ચેતક કમાન્ડો' એ શંકાસ્પદ તત્વોને આંતરવાની કામગીરી કરી હતી.

CISF (Central Industrial Security Force): રિફાઇનરીની સુરક્ષા સંભાળતી આ ફોર્સે આંતરિક સુરક્ષા મજબૂત કરી હતી.

QRT (Quick Response Team): જામનગરની ક્વિક રિસ્પોન્સ ટીમે ત્વરિત વળતો જવાબ આપ્યો હતો.

આ પણ વાંચો : Surat માં હચમચાવનારી ઘટના,વેસુમાં એક જ પરિવારના 4 સભ્યોનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, 3નાં મોત

રાહત અને બચાવ કાર્ય (Rescue Operations)

આતંકવાદી હુમલાની સ્થિતિમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને (કાલ્પનિક રીતે) તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ (Ambulance) દ્વારા પ્રાથમિક સારવાર (First Aid) આપી નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયર ફાઈટર્સ (Fire Fighters) અને આરોગ્ય વિભાગની ટીમો પણ સતર્ક રહી હતી. સાવચેતીના ભાગરૂપે આજુબાજુના રહેણાંક વિસ્તારના લોકોને સલામત આશ્રય સ્થાનો (Shelter Homes) પર ખસેડવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી.

Jamnagar Reliance Refinery Mock Drill- Gujarat first 2

તંત્રની સજ્જતાનું પરીક્ષણ

અંતે, જ્યારે પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ આખી ઘટનાને એક 'રાષ્ટ્રીય કક્ષાની મોકડ્રીલ' જાહેર કરવામાં આવી હતી. આ સફળ પ્રયોગ દ્વારા સાબિત થયું કે જામનગરનું વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ કોઈપણ પ્રકારની આપત્તિજનક (Disastrous) સ્થિતિનો સામનો કરવા માટે 100 % સજ્જ (Fully Equipped) છે.

આ પણ વાંચો : Rajkot થી Surat જતી બસમાં નિર્ભયાકાંડ થતા થતા સહેજમાં રહી ગયો, છેડતીનો વિરોધ કરતા મહિલાને ચાલુ બસે નીચે ફેંકી દીધી!

Tags :
Advertisement

.

×