Jamnagar: સાંસદ પૂનમબેન માડમના માતાનું નિધન, માતાને કાંધ આપતાં થયા ભાવુક
જામનગરના સાંસદ પૂનમબેન માડમના માતાનું અવસાન થતાં શોકનું મોજું ફરી વળ્યું છે. નવાગામ નિવાસસ્થાનેથી નીકળેલી અંતિમ યાત્રામાં પૂનમબેને માતાને કાંધ આપી. આ શોકપૂર્ણ પ્રસંગે પૂર્વ મંત્રી મુળુભાઈ બેરા, ધનરાજ નથવાણી અને શહેરના મેયર સહિતના અનેક અગ્રણીઓએ અંતિમ દર્શન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
Advertisement
MP Poonam Madam Mother Death: જામનગરના સાંસદ પૂનમબેન માડમ (Jamnagar MP Poonamben Maadam) ના માતૃશ્રીનું દુઃખદ અવસાન થતાં માડમ પરિવાર તેમજ સમગ્ર જામનગર શહેરમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. આઘાતજનક સમાચાર મળતા જ રાજકીય અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓએ દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

