Jamnagar : અકસ્માતમાં મોટો વળાંક! થાર કારથી ટક્કર મારી યુવકની હત્યા કર્યાનો આક્ષેપ
જામનગરમાં મોડી રાત્રે બનેલી એક અકસ્માતની ઘટનાએ હવે ચોંકાવનારો વળાંક લીધો છે. શરૂઆતમાં બે વાહનોની ટક્કરથી યુવકનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું, પરંતુ પોલીસ ફરિયાદમાં અગાઉની એક માથાકૂટનો ઉલ્લેખ થતાં સમગ્ર મામલો બદલાયો છે. ઘટનાની પાછળ જૂની અદાવત અને ઇરાદાપૂર્વક હુમલો કર્યાના આક્ષેપો ઊઠ્યા છે.
Advertisement
Jamnagar Murder Case : જામનગરના નૂરી ચોકડી નજીક આવેલી ઇદ્રસપીરની દરગાહ પાસે થાર કારે i-20 કારને પાછળથી ટક્કર મારતાં કાર બસ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં અફઝલ ચાવડાનું ઘટનાસ્થળે મોત થયું હતું, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થઈ હતી. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ સામાન્ય અકસ્માત નહોતો, પરંતુ જૂની અદાવતના કારણે જાણીજોઈને ટક્કર મારવામાં આવી હતી.

