Jamnagar : ‘નશામુક્ત ભારત અભિયાન’, મંત્રી પ્રવીણભાઈ માળી, રિવાબા રેલીમાં જોડાયા, આપ્યો ખાસ સંદેશ
જામનગરમાં ગાંધી જયંતીના અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત જાગૃતિ રેલી યોજાઈ. રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી અને રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં રેલીને લીલી ઝંડી બતાવવામાં આવી. NCC કેડેટ્સ, યુવાઓ, જનપ્રતિનિધિઓ અને અધિકારીઓ જોડાયા. ‘વ્યસનને કહો ના, જિંદગીને કહો હા’ના સંદેશ સાથે નશામુક્તિ અંગે જાગૃતિ ફેલાવાઈ.
Advertisement
Nasha Mukt Bharat Abhiyan: જામનગરમાં ગાંધી જયંતીના પવિત્ર અવસરે ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત ભવ્ય જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું. શહેરના ઐતિહાસિક સર્કિટ હાઉસ ખાતેથી નશામુક્તિ રેલીનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી (Praveenbhai Mali) અને રિવાબા જાડેજા (Rivaba Jadeja) ની અધ્યક્ષતામાં રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું.

