Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar Accident: નેવી મથક નજીક કાર પલટી ગઈ, તાલીમ પૂરી કરી પરત ફરતા નેવી અધિકારીએ જીવ ગુમાવ્યો

Jamnagar Navy Officer Accident : જામનગર (Jamnagar) માં નેવી મથક (Navy Base) નજીક એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો છે. પુણે (Pune) ખાતે પોતાની તાલીમ પૂર્ણ કરી પરત ફરી રહેલા નેવીના તાલીમાર્થી અધિકારીની કારને અકસ્માત નડતા તેમનું મોત નીપજ્યું છે. આ ઘટનામાં કારમાં સવાર અન્ય બે અધિકારીઓનો આબાદ બચાવ થયો છે.
jamnagar accident  નેવી મથક નજીક કાર પલટી ગઈ  તાલીમ પૂરી કરી પરત ફરતા નેવી અધિકારીએ જીવ ગુમાવ્યો
Advertisement
  • જામનગરમાં અકસ્માત (Jamnagar Accident)  માં તાલીમાર્થી નેવી અધિકારીનું મોત
  • એરપોર્ટથી નેવી મથક જતી વખતે કાર પલટી ગઈ
  • અકસ્માતમાં અન્ય બે અધિકારીઓનો આબાદ બચાવ
  • નેવી મથકથી એક કિમી દૂર કાર રોડ નીચે ઉતરી પલટી ગઈ
  • પાછળ બેસેલા અધિકારી ફંગોળાઈ જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Jamnagar Navy Officer Accident: જામનગર (Jamnagar) માં નેવી મથક (Navy Base) નજીક એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો છે. પુણે (Pune) ખાતે પોતાની તાલીમ પૂર્ણ કરી પરત ફરી રહેલા નેવીના તાલીમાર્થી અધિકારીની કારને અકસ્માત નડતા તેમનું મોત નીપજ્યું છે. આ ઘટનામાં કારમાં સવાર અન્ય બે અધિકારીઓનો આબાદ બચાવ થયો છે.

Jamnagar માં એરપોર્ટથી નેવી મથક જતી વખતે કાર પલટી ગઈ

મળતી માહિતી મુજબ, નેવીના ત્રણ અધિકારીઓ પુણે (Pune) માં પોતાની તાલીમ પૂર્ણ કરી જામનગર એરપોર્ટ (Jamnagar Airport) પર ઉતર્યા હતા. એરપોર્ટથી તેઓ કાર દ્વારા નેવી મથક તરફ જઈ રહ્યા હતા, ત્યારે નેવી મથકથી માત્ર એક કિલોમીટર દૂર જ કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પૂરઝડપે દોડતી કાર રોડ નીચે ઉતરી ગઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી.

Advertisement

Advertisement

સીટ બેલ્ટ ન હોવાથી અધિકારી ફંગોળાયા

આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારની પાછળની સીટ પર બેસેલા અધિકારી કારમાંથી બહાર ફંગોળાઈ ગયા હતા, જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે કાર ચલાવનાર અને બાજુમાં બેસેલા અધિકારીઓએ સીટ બેલ્ટ (Seat Belt) પહેરેલો હોવાથી તેમને સામાન્ય ઈજાઓ પહોંચી હતી અને તેમનો જીવ બચી ગયો હતો.

મિત્ર સામે જ નોંધાઈ ફરિયાદ

ગંભીર રીતે ઇજાગ્રસ્ત અધિકારીને તાત્કાલિક પ્રથમ આઈએનએસ વાલસુરા (INS Valsura) અને ત્યારબાદ વધુ સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલ (G.G. Hospital) ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું ટૂંકી વિગતે મોત નીપજ્યું હતું. આ મામલે મૃતક અધિકારીના મિત્ર અને કાર ચલાવનાર નેવી જવાન સામે બેડી મરીન પોલીસ (Bedi Marine Police) સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabad: પેટે પાટા બાંધી મોટા કર્યા પણ મળ્યું શું? સંતાનોના લાખોમાં પગાર, છતાં વૃદ્ધ માતા-પિતા ભોજન માટે કોર્ટના દ્વારે

Tags :
Advertisement

.

×