Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar: NDPSનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ભાગી છુટ્યો, જિલ્લાભરમાં નાકાબંધી

Jamnagar: જામનગર જિલ્લાના મેઘપર પોલીસ મથકમાંથી NDPS (નશાકારક પદાર્થો) ના ગુનાનો એક કુખ્યાત આરોપી પોલીસ કસ્ટડીમાંથી ભાગી છૂટતા ચકચાર મચી ગઈ છે. 83 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે પકડાયેલા પંજાબના ચાર આરોપીઓ પૈકીનો એક શખ્સ પોલીસને થાપ આપીને નાસી છૂટવામાં સફળ રહ્યો છે.
jamnagar  ndpsનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ભાગી છુટ્યો  જિલ્લાભરમાં નાકાબંધી
Advertisement
  • જામનગર (Jamnagar) માં NDPSનો આરોપી પોલીસ કસ્ટડીમાંથી ભાગી છુટ્યો
  • પોલીસ દ્વારા જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી
  • 83 લાખના ડ્રગ્સ સાથે પકડાયેલા ચાર પૈકી એક આરોપી ફરાર
  • મેઘપર પોલીસ મથકમાંથી આરોપી ભાગી છુટ્યો
  • જિલ્લામાં ચો તરફ નાકાબંધી કરવામાં આવી

Jamnagar: જામનગર જિલ્લાના મેઘપર પોલીસ મથકમાંથી NDPS (નશાકારક પદાર્થો) ના ગુનાનો એક કુખ્યાત આરોપી પોલીસ કસ્ટડીમાંથી ભાગી છૂટતા ચકચાર મચી ગઈ છે. 83 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે પકડાયેલા પંજાબના ચાર આરોપીઓ પૈકીનો એક શખ્સ પોલીસને થાપ આપીને નાસી છૂટવામાં સફળ રહ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

થોડા સમય અગાઉ જામનગર પોલીસે ઓપરેશન હાથ ધરીને પંજાબના ચાર શખ્સોને આશરે 83 લાખ રૂપિયાના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા. આ તમામ આરોપીઓને મેઘપર પોલીસ મથકે રાખવામાં આવ્યા હતા. જોકે, પોલીસની કડક સુરક્ષા અને કસ્ટડી વચ્ચેથી એક આરોપી રહસ્યમય રીતે ભાગી છૂટ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

Advertisement

jamngar-drugs ascuse-Gujarat first2

Advertisement

સમગ્ર જિલ્લામાં નાકાબંધી

આરોપી કસ્ટડીમાંથી ફરાર થતાની સાથે જ સમગ્ર જિલ્લાનું પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. જામનગર એસ.પી.ના આદેશથી જિલ્લાના તમામ એક્ઝિટ પોઈન્ટ્સ અને સરહદો પર ચુસ્ત નાકાબંધી કરી દેવામાં આવી છે. દરેક વાહનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે.

jamngar-drugs ascuse-Gujarat first2

સુરક્ષા વ્યવસ્થા પર સવાલો

પોલીસ કસ્ટડીમાંથી ડ્રગ્સનો આરોપી ભાગી જવાની ઘટનાએ પોલીસની સુરક્ષા વ્યવસ્થા પર મોટા સવાલો ઊભા કર્યા છે. હાલ પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:  Rajkot: "શક્તિ ન હોય તો પ્રમુખ પદ છોડો", પૂર્વ કોર્પોરેટરની પોસ્ટથી રાજકારણ ગરમાયું!

Tags :
Advertisement

.

×