Jamnagar માં નેપાળી યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, મિત્ર જ નીકળ્યો હત્યારો
- Jamnagar માં નેપાળી યુવાનની હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો
- સીટી એ ડિવિઝન પોલીસે આરોપીને દબોચી લીધો
- આક્રોશમાં આવી આરોપીએ મિત્રનું માથું ફોડી નાખ્યું હતુ
Jamnagar: જામનગર શહેરમાં બે દિવસ પૂર્વે કુબેર પાર્ક પાસે નદી કિનારેથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ (Dead Body) મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસની પ્રાથમિક તપાસ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ આ મામલો અકસ્માત નહીં પરંતુ ક્રૂર હત્યા (Murder) હોવાનું બહાર આવ્યું છે. મૃતકની ઓળખ 28 વર્ષીય તપેન્દ્ર સાઉદ (Tapendra Saud) તરીકે થઈ છે, જે મૂળ નેપાળી વતની હતો. મૃતકના પિતા શંકર સાઉદે હોસ્પિટલ પહોંચી પોતાના પુત્રના મૃતદેહને ઓળખી બતાવ્યો હતો અને આ મામલે પોલીસ ફરિયાદ (Complaint) નોંધાવી હતી.
એક્ટિવા લઈને નીકળેલો યુવક ગુમ થયો હતો
પિતાના આરોપો મુજબ તપેન્દ્ર તેના મિત્રનું એક્ટિવા સ્કૂટર લઈને બહાર નીકળ્યો હતો અને ત્યારબાદ ગુમ થયો હતો. તપાસ દરમિયાન તેની લાશ કુબેર પાર્ક નજીક નદી કિનારે મળી આવી હતી. મૃતકના માથાના ભાગે ભારે પથ્થર (Stone) ના ઘા ઝીંકીને ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી, તેમજ તેના બંને પગ પણ તોડી નાખવામાં આવ્યા હતા. ઘટનાસ્થળેથી લોહીલુહાણ પથ્થર અને નજીકની નદીમાંથી એક્ટિવા મળી આવ્યું હતું. પિતાએ આક્ષેપ કર્યો છે કે તપેન્દ્રના જ મિત્ર રાકેશ ઉર્ફે રામુ છેત્રીએ આ ઘાતકી કૃત્ય આચર્યું છે.
પોલીસે આરોપી વિરુધ્ધ કાર્યવાહી હાથ ધરી
આ ચકચારી બનાવમાં જામનગર સીટી એ. ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી રાકેશ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા વિવિધ કલમો મુજબ ગુનો નોંધી તેને ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા આરોપીની ધરપકડ (Arrest) કરીને હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
મૃતકને ચાર પત્નીઓ હતી!
તપાસ દરમિયાન મૃતક તપેન્દ્રના અંગત જીવન વિશે ચોંકાવનારી વિગતો સામે આવી છે. મૃતકે અગાઉ ચાર લગ્ન (Marriage) કર્યા હોવા છતાં તે ચારેય પત્નીઓને છોડીને રખડતું-ભટકતું જીવન જીવતો હતો. પોલીસ હવે આ પાસાને પણ તપાસી રહી છે કે શું આ હત્યા પાછળ કોઈ પારિવારિક વિવાદ કે સ્ત્રી પાત્ર કારણભૂત છે કે કેમ. હાલમાં તો મિત્રતામાં થયેલા વિવાદને મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે, પરંતુ પોલીસ તમામ દિશાઓમાં તપાસ ચલાવી રહી છે.
આ પણ વાંચોઃ Vadodara: મેડિકલ કોલેજનો વિદ્યાર્થી લાપતા થતા ચકચાર, છેલ્લું લોકેશન ક્યાં મળ્યું?


