Jamnagar : હવે ધ્રોલમાં 'WE LOVE MUHAMMAD' નાં બેનર લાગ્યા, Video વાઇરલ
- જામનગરના ધ્રોલમાં 'WE LOVE MUHAMMAD' નાં બેનર લાગ્યા
- બેનર્સ હટવાની જગ્યાએ ચીફ ઓફિસરે બેનર્સ લાગવાની આપી મંજૂરી
- કાર્યવાહીની જગ્યાએ ડી.ડી. બારોટે મંજૂરી આપ્યાનો પર્દાફાશ
- ચીફ ઓફિસર અને વિહિપના પ્રમુખ ગોકળ વરૂનો ઓડિયો વાઇરલ
Jamnagar : ઉત્તરપ્રદેશથી શરૂ થયેલ 'WE LOVE MUHAMMAD' પોસ્ટર વિવાદ મહારાષ્ટ્ર બાદ ગુજરાત સુધી પહોંચ્યો છે. ગુજરાતનાં જામનગરમાં 'WE LOVE MUHAMMAD'નાં પોસ્ટર લાગતા કેટલાક હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જો કે, બેનર્સ હટવાની જગ્યાએ ચીફ ઓફિસરે બેનર્સ લાગવાની મંજૂરી આપી હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો - Surat : સાયબર ક્રાઈમ સેલની મોટી કાર્યવાહી, 20 કરોડના ફ્રોડનો પર્દાફાશ, 8 આરોપીઓની ધરપકડ
Jamnagar નાં ધ્રોલમાં 'WE LOVE MUHAMMAD' નાં બેનર લાગ્યા
જામનગરનાં (Jamnagar) ધ્રોલમાં 'WE LOVE MUHAMMAD' નાં બેનર લાગતા વિવાદ વધ્યો છે. વિવિધ સ્થળે આ પ્રકારનાં બેનરો લાગ્યા હોવાનાં વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં કેટલાક હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. માહિતી અનુસાર, આ મામલે ફરિયાદ થતાં બેનર્સ હટવાની જગ્યાએ ચીફ ઓફિસર ડી.ડી. બારોટે બેનર્સ લાગવા મંજૂરી આપી હોવાનો પર્દાફાશ થયો છે. ચીફ ઓફિસર અને વિશ્વ હિન્દુ પરિષદનાં (VHP) પ્રમુખ ગોકળ વરૂનો (Gokal Varu) એક ઓડિયો પણ વાઇરલ થયો છે. ધ્રોલમાં નવરાત્રિ (Navratri 2025) દરમિયાન શાંતિ ડહોળવાનો પ્રયાસ થયાનો આરોપ થયો છે.
આ પણ વાંચો - Junagadh : પ્રેમગીરી અતિથિ ભવનનાં બાંધકામ અંગે MLA ના આકરા સવાલ
યુપીથી શરૂ થયેલ વિવાદ ગુજરાત પહોંચ્યો, વિવિધ જિલ્લાઓમાં બેનર લાગ્યા
નોંધનીય છે કે, યુપીથી શરૂ થયેલ પોસ્ટર વિવાદ હવે ગુજરાત સુધી પહોંચ્યો છે. ગુજરાતનાં અમદાવાદ, રાજકોટ, જામનગર, કચ્છ સહિતનાં જિલ્લાઓમાં 'I LOVE MUHAMMAD' નાં બેનર લાગતા કેટલાક હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જો કે, મુસ્લિમ અગ્રણીઓનું કહેવું છે કે, ઇદમાં મહંમદ પૈગંબરનાં પ્રત્યે પોતાની ભાવના પ્રગટ કરવા માટે આ બેનર લગાવ્યા હતા. સાંપ્રદાયિક સોહાર્દ બગાડવાની કોશિશ એ રાજકીય હોઈ શકે છે.
આ પણ વાંચો - Surat : રેલમંત્રી અશ્વિની વૈષ્ણવે 'અમૃત ભારત ટ્રેન'ને આપી લીલી ઝંડી, કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ ઉપસ્થિત રહ્યા