Jamnagar : એરફોર્સનુ IAF જગુઆર ક્રેશ થતા એક પાઇલટનું મૃત્યુ, બીજાને ગંભીર ઇજા પહોંચી
- એરફોર્સનું IAF જગુઆર બે સીટર વિમાન રાત્રિના મિશન દરમિયાન ક્રેશ
- ટેકનિકલ ખામીના કારણે વિમાન ક્રેશ થયાની શક્યતા છે
- એરફોર્સ પાયલોટની સતર્કતાથી સુવરડા ગામને નુકસાન થતુ બચાવ્યું
Air Force Jaguar fighter Plane : જામનગરમાં એરફોર્સનુ IAF જગુઆર બે સીટર વિમાન રાત્રિના મિશન દરમિયાન ક્રેશ થયુ છે. જેમાં ટેકનિકલ ખામીના કારણે વિમાન ક્રેશ થયાની શક્યતા છે. એરફોર્સ પાયલોટની સતર્કતાથી સુવરડા ગામને નુકસાન થતુ બચાવ્યું છે. પાયલોટની સતર્કતાથી એરફિલ્ડ અને સ્થાનિક વસ્તીને નુકસાન થતું બચ્યું છે. બનાવમાં એક પાઇલટનું ઇજાઓથી મૃત્યુ થયું છે જ્યારે બીજાની જામનગરની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ થયો છે. તેમજ એરફોર્સ દ્વારા ટ્વીટ કરી સત્તાવાર જાણકારી અપાઈ છે.
An IAF Jaguar two seater aircraft airborne from Jamnagar Airfield crashed during a night mission. The pilots faced a technical malfunction and initiated ejection, avoiding harm to airfield and local population. Unfortunately, one pilot succumbed to his injuries, while the other…
— Indian Air Force (@IAF_MCC) April 3, 2025
સુવરડા ગામ નજીક મોટી દુર્ઘટના ઘટી
જામનગરનાં (Jamnagar) સુવરડા ગામ નજીક મોટી દુર્ઘટના ઘટી હતી. વાયુસેનાનું એક જેગુઆર ફાઈટર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતુ. વિમાન ક્રેશ થતાં તેમાં આગ લાગી હતી. આગનાં કારણે ધુમાડાનાં ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ અને કલેક્ટર સ્થળે પહોંચ્યા અને કામગીરી હાથ ધરી હતી. SP પ્રેમસુખ ડેલુનાં જણાવ્યા અનુસાર, પ્રાથમિક માહિતી અનુસાર વિમાનમાં બે પાયલોટ સવાર હતા, જે પૈકી એક પાયલોટને ગંભીર ઇજાઓ થતાં ત્વરિત સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે અન્ય પાયલોટની હાલ શોધખોળ ચાલી રહી હતી. જેગુઆર ફાઈટર વિમાન (Air Force Jaguar fighter Plane Crashes) કેવી રીતે ક્રેશ થયું તે અંગે પણ હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. જેમાં હવે સમાચાર સામે આવ્યા છે કે એક પાઇલટ મોતને ભેટ્યો છે.
શું છે જેગુઆર ફાઈટ પ્લેન ?
જેગુઆર એરક્રાફ્ટનો નેવી અને એરફોર્સ બંને ઉપયોગ કરે છે. દેશની સીમાઓની નજર રાખવા અને અટેક કરવામાં જેગુઆક એરક્રાફ્ટનો (Air Force Jaguar fighter Plane ) ઉપયોગ કરવામાં આવે છે. જેગુઆર એરક્રાફ્ટની અંદાજે 150 થી 190 કરોડ કિમંત હોય છે. ભારત પાસે હાલ લગભગ 120 કરતા વધુ જેગુઆર એરક્રાફ્ટ છે. 1970 માં HAL સાથે મળીને વાયુસેનામાં સમાવેશ કરવામા આવ્યો હતો. જેગુઆરનું મુખ્યકામ દુશ્મન પર બોમ્બ ફેંકવા અને સીમાની નીગરાની કરાવું છે. દેશમાં આ એરક્રાફ્ટનો મહત્તમ ઉપયોગ બોર્ડર વિસ્તાર પર થાય છે. આ એરક્રાફ્ટ જમીન અને હવા બંને પર દુશ્મનોનો ખાતમો કરી શકે છે. આ લડાકુ વિમાનમાં અત્યાધુનિક ઈન્ફ્રારેડ સિસ્ટમ અને રડાર લાગેલી હોય છે. આ લડાકુ વિમાનની 800 કિમી કરતા વધુનાં રેન્જ છે.
બે દિવસ પહેલા મહેસાણામાં ટ્રેનિંગ વિમાનને અકસ્માત નડ્યો હતો
નોંધનીય છે કે બે દિવસ પહેલા મહેસાણા જિલ્લાનાં (Mehsana) ઉચરપી ગામ નજીક એક ટ્રેનિંગ વિમાનને અકસ્માત (Training Airplane Accident) નડ્યો હતો. આ દુર્ઘટનામાં એક મહિલા પાયલોટ ઇજાગ્રસ્ત થઈ છે. દુર્ઘટના સમયે પ્લેનમાં એક ટ્રેઈની મહિલા પાઇલટ અને એક પુરુષ ટ્રેનર સવાર હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો, પોલીસની ટીમ સહિત તંત્ર સ્થળ પર પહોંચ્યું હતું અને ઇજાગ્રસ્ત મહિલા પાયલોટને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. બ્લ્યુ રે નામની પ્રાઇવેટ કંપની પાઇલોટ માટેની ટ્રેનિંગ આપી રહી હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો: Gujarati Top News : આજે 3 એપ્રિલ 2025 ના દિવસે શું થશે ગુજરાતમાં?