ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Jamnagar : મનપાનાં 41 લાખ કોણ ચાંઉ કરી ગયું ? વિપક્ષનાં ગંભીર આરોપ, કાર્યવાહીની માગ

આક્ષેપ છે કે બે કરોડ રૂપિયાની આવક સામે હજું સુધી રૂ. 41 લાખ જમા જ થયા નથી. આ મામલે યોગ્ય તપાસની માગ કરાઈ છે.
06:57 PM Sep 22, 2025 IST | Vipul Sen
આક્ષેપ છે કે બે કરોડ રૂપિયાની આવક સામે હજું સુધી રૂ. 41 લાખ જમા જ થયા નથી. આ મામલે યોગ્ય તપાસની માગ કરાઈ છે.
Jamnagar_Gujarat_first.jpg main
  1. Jamnagar મનપામાં મેળાની ટેન્ડર પ્રક્રિયામાં ભ્રષ્ટાચારનો આરોપ
  2. બે કરોડ રૂપિયાની આવક સામે હજું 41 લાખ જમા જ નથી થયાનો આક્ષેપ
  3. મહાનગરપાલિકામાં 1 કરોડ 66 લાખ રૂપિયા જ થયા છે જમાનો આરોપ
  4. એસ્ટેટ અધિકારીઓએ ભ્રષ્ટાચાર કરી પાલિકાની તિજોરી લૂંટી : વિપક્ષ

Jamnagar : જામનગરની મનપા ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. મનપામાં (JMC) મેળાની ટેન્ડર પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ગંભીર આરોપ વિપક્ષ દ્વારા કરાયો છે. આક્ષેપ છે કે બે કરોડ રૂપિયાની આવક સામે હજું સુધી રૂ. 41 લાખ જમા જ થયા નથી. આ મામલે યોગ્ય તપાસની માગ કરાઈ છે. જ્યારે તપાસ કરી જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરાશે તેમ મનપા કમિશનરે જણાવ્યું છે.

આ પણ વાંચો - RSS : 672 કાર્યક્રમ યોજાશે, 1.65 લાખ સ્વંયસેવક ભાગ લેશે, વર્ષમાં 4670 હિન્દુ સંમેલન પણ થશે!

મનપા કમિશનરને આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવા વિપક્ષની માગ

જામનગર મહાનગરપાલિકામાં (JMC) નિયમિત મેળાની ટેન્ડર પ્રક્રિયા અને પ્લોટ હરાજીને લગતી ગેરરીતિઓનો મુદ્દો હવે રાજકીય રંગ ધારણી રહ્યો છે. વિપક્ષે જેએમસીની મેળાનાં ટેન્ડરમાં ભ્રષ્ટાચારનાં ગંભીર આરોપ લગાવીને એસ્ટેટ વિભાગનાં (JMC Estate Department) અધિકારીઓ પર પાલિકાની તિજોરી લૂંટવાનો આક્ષેપ કર્યો છે. આ મુદ્દે વિપક્ષે મનપા કમિશનરને આવેદનપત્ર આપીને જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહીની માગ પણ કરી છે. જવાબમાં કમિશનરે પણ આ બાબતે યોગ્ય તપાસ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

આ પણ વાંચો - Vadodara : સિગ્મા યુનિવર્સિટીના કેમ્પસમાં પરંપરા અને યુવા જોશનું જોવા મળ્યું સંગમ

Jamnagar મનપામાં 2 કરોડની આવક સામે 41 લાખ જમા ન કરાવ્યાનો આરોપ

જામનગર મનપા (JMC Controversy) વિપક્ષે આરોપ લગાવ્યો કે, મનપાએ આ વર્ષનાં મેળા માટે 45 પ્લોટની હરાજી કરી કુલ 2 કરોડ 7 લાખ રૂપિયાની આવક કરી હતી. જો કે, અત્યાર સુધીમાં મહાનગરપાલિકાનાં ખાતામાં માત્ર 1 કરોડ 66 લાખ રૂપિયા જ જમા થયા છે. આનો અર્થ એ છે કે, લગભગ 41 લાખ રૂપિયાની રકમ હજુ પણ જમા થઈ નથી. વિપક્ષે એસ્ટેટ અધિકારીઓએ ભ્રસ્ટાચાર કરી પાલિકાની તિજોરી લૂંટી હોવાનો આરોપ કર્યો અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા કમિશનરને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે. મનપા કમિશનરે કહ્યું કે, આ બાબતે ડીએમસી દ્વારા તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો - Amit Shah in Rajkot : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જયેશ રાદડિયાના કર્યા વખાણ, જાણો શું કહ્યું ?

Tags :
CorruptionEstate DepartmentGUJARAT FIRST NEWSjamnagar municipal corporationJMC ControversyMunicipal TreasuryTop Gujarati News
Next Article