Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar: લોરેન્સ બિશ્નોઈ દ્રારા ધમકી મળી હોવાનો આક્ષેપ કરનાર યુવાન સામે પોલીસ ફરિયાદ થઇ

યુવાને પોતાને લોરેન્સ બિશ્નોઈ દ્વારા ધમકી મળી હોવાનો આક્ષેપ કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી
jamnagar  લોરેન્સ બિશ્નોઈ દ્રારા ધમકી મળી હોવાનો આક્ષેપ કરનાર યુવાન સામે પોલીસ ફરિયાદ થઇ
Advertisement
  • પોલીસે પૂર્વ આયોજિત કાવતરુ રચી છેતરપિંડી આચર્યાનો ગુનો નોંધી તપાસ આરંભી
  • ચેકમાં ખોટી સહી કરી છેતરપિંડી આચરી હોવાની પોલીસ ફરીયાદ
  • લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ધમકી મળી હોવાનો આક્ષેપ કરનાર આરોપી

Jamnagar: જામનગર યુવાને પોતાને લોરેન્સ બિશ્નોઈ દ્રારા ધમકી મળી હોવાનો આક્ષેપ કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં આક્ષેપ કરનાર પોતે જ ગુનેગાર નીકળ્યો છે. તેમાં વીડિયો કોલ દ્રારા લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી આપી હતી જેનો વીડિયો કોલ રેકોર્ડીગ સામે આવ્યુ છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે ધમકી મળી હોવાનો આક્ષેપ કરનાર સાગર નંદાણીયા પોતે જ ગુનેગાર નીકળ્યો છે અને તેની સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે.

ચેકમાં ખોટી સહી કરી છેતરપિંડી આચરી હોવાની પોલીસ ફરીયાદ

સાગરે જામનગરના બ્રાસપાર્ટના વેપારી પાસેથી બ્રાસપાર્ટનો ભંગારની ખરીદી કરી બાકી રહેતા રૂ.13.76 લાખ ન ચૂકવી અન્ય કારખાનેદારના ચેકમાં ખોટી સહી કરી છેતરપિંડી આચરી હોવાની પોલીસ ફરીયાદ થઇ છે. જેમાં આરોપીને કોર્ટમાં રજુ કરી 5 દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેમાં કોર્ટે નામંજૂર કરતા આરોપીને જેલ હવાલે કરાયો છે.

Advertisement

જાણો સમગ્ર ઘટના વિશે:

જામનગર શહેરમાં દિગ્વીજય પ્લોટ 60 માં રહેતા અને મુળ અલીરાજપુર મધ્યપ્રદેશના વતની એવા અંતિમભાઈ ઠાકુરદાસ મોદી (ઉ.વ.45) નામના વેપારી સાથે જામનગરના 80 ફુટ રીંગ રોડ પર રહેતાં સાગર કારુ નંદાણિયા નામના શખ્સે પૂર્વ આયોજિત કાવતરુ રચી વેપારી યુવાનને વિશ્વાસમાં લઇ તેમની પાસેથી બ્રાસપાર્ટનો ભંગાર માલ ખરીદ્યો હતો અને માલના અડધા પૈસા ચૂકવી દીધા હતા. તેમજ યુવાન વેપારીની મોદી મેટલ્સ નામની પેઢીનું બીલ તથા જીએસટી નંબર મેળવી વેપારીને બાકીના પૈસા આપવાના બદલે અન્ય પેઢીના નામનો ચેક અપી ચેકમાં પોતાની સહી કરી હતી. તેમજ વેપારીના જીએસટી નંબર તથા પેઢીના નામના આધારે સાાગરે આશાપુરા મેટલ નામની પેઢીમાંથી 2500 કિલો બ્રાસપાર્ટના ભંગારની ખરીદી કરી હતી. તેમજ અંતિમભાઈ પાસેથી અગાઉ ખરીદેલા બ્રાસપાર્ટના ભંગારના બાકી નિકળતા રૂ.13.76 લાખ નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી.

Advertisement

પોલીસે પૂર્વ આયોજિત કાવતરુ રચી છેતરપિંડી આચર્યાનો ગુનો નોંધી તપાસ આરંભી

આ છેતરપિંડી અંગે બ્રાસપાર્ટના વેપારી અંતિમભાઈ દ્વારા સાગર કારુ નંદાણિયા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા સ્ટાફે પૂર્વ આયોજિત કાવતરુ રચી છેતરપિંડી આચર્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી. આશ્ર્ચર્યજનક બાબત એ છે કે, છેતરપિંડી આચરનાર સાગર કારુ નંદાણિયા નામના શખ્સે હાલમાં તેને લોરેન્સ બિશ્ર્નોઇ ગેંગના નામે ધમકી મળતી હોવાનું અને ઘણાં સમયથી હુમલા થતા હોવાનો આક્ષેપ કર્યો હતો આ આક્ષેપ કરનાર શખસ વિરૂધ્ધ જ છેતરપિંડીની ફરિયાદ નોંધાતા અનેક તર્ક વિર્તકો થઈ રહ્યા છે.

આ પણ વાંચો: Bhavnagar: આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાયો

Tags :
Advertisement

.

×