Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar: જામનગરમાં પોલીસનું મેગા ઓપરેશન, ચૂંટણી પૂર્વે બેડેશ્વરના બુટલેગરો અને હિસ્ટ્રીશીટરોમાં ફફડાટ!

જામનગરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને પોલીસ તંત્ર દ્વારા ખાસ કોમ્બિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. શહેર DySP, LCB અને SOG સહિતના કાફલાએ બેડેશ્વર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કરીને અસામાજિક તત્વો પર તવાઈ બોલાવી હતી. આ ઓપરેશન દરમિયાન બુટલેગરો અને હિસ્ટ્રીશીટરોના રહેણાંક મકાનો ચેક કરીને વિવિધ ગુનાઓ હેઠળ કુલ 36 કેસ દાખલ કરવામાં આવ્યા છે.
jamnagar  જામનગરમાં પોલીસનું મેગા ઓપરેશન  ચૂંટણી પૂર્વે બેડેશ્વરના બુટલેગરો અને હિસ્ટ્રીશીટરોમાં ફફડાટ
Advertisement
  • DySP, LCB અને SOGના કાફલાએ સંવેદનશીલ વિસ્તારો ધમરોળ્યા
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે ખાખીનો ખોફ
  • ખાસ કોમ્બિંગ ડ્રાઇવ દરમિયાન નોંધાયા 36 કેસ

Jamnagar: જામનગર શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Elections) સંદર્ભે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. જામનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓએ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં (Sensitive Areas) ખાસ કોમ્બિંગ ડ્રાઇવનું આયોજન કર્યું હતું. આ ઓપરેશનનો મુખ્ય હેતુ ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે સુરક્ષા વ્યવસ્થા (Security Arrangements) મજબૂત કરવાનો છે.

Jamnagar_Local Government Elections_Combing Drive_Gujarat 0

Advertisement

Jamnagar: ભારે પોલીસ કાફલા સાથે ફૂટ પેટ્રોલિંગ

શહેરના વિવિધ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા (Law and Order) જાળવવા માટે નીકળેલા પોલીસ કાફલામાં શહેર DYSP, LCB તથા SOG જેવી મહત્વની શાખાઓના અધિકારીઓ અને જવાનો જોડાયા હતા. પોલીસે શહેરના બેડેશ્વર જેવા વ્યૂહાત્મક વિસ્તારોમાં પગપાળા પેટ્રોલિંગ કરીને સ્થાનિકોમાં સુરક્ષાનો વિશ્વાસ જગાડ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓના નેતૃત્વમાં નીકળેલી આ ડ્રાઇવને કારણે ગુનાહિત માનસ ધરાવતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.

Advertisement

આ પણ વાંચો---- Ahmedabad: "આજે મારા ઘરમાં આવ્યો છું", થલતેજમાં CMની સોસાયટીના આગેવાનો સાથે બેઠક

Jamnagar: બુટલેગરો અને હિસ્ટ્રીશીટરોના રહેણાંક પર દરોડા

પોલીસ ટીમોએ ખાસ કરીને શહેરના બેડેશ્વર વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગરો, નામચીન જુગારીઓ અને હિસ્ટ્રીશીટરોને ત્યાં આકસ્મિક ચેકિંગ (Surprise Checking) હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોના 05 જેટલા રહેણાંક મકાનોમાં પોલીસે જીણવટભરી તપાસ કરી હતી. પોલીસ વિભાગની આ કડક કાર્યવાહીનો ઉદ્દેશ્ય ચૂંટણી પૂર્વે ગુનાખોરી પર નિયંત્રણ લાવવાનો અને શાંતિ ભંગ કરતા તત્વોને કડક સંદેશ આપવાનો છે.

Jamnagar: વિવિધ ગુનાઓ હેઠળ 36 કેસ દાખલ

સમગ્ર કોમ્બિંગ ડ્રાઇવ દરમિયાન પોલીસે એમ.વી.એક્ટ (M.V. Act) ની વિવિધ કલમો, ટ્રાફિક નિયમોના ભંગ, જુગાર (Gambling) અને પ્રોહિબિશન એટલે કે દારૂબંધીને લગતા કુલ 36 કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ ઓપરેશનમાં ટપોરી તત્વો અને શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરીને સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જામનગર પોલીસની આ સતર્કતાએ સાબિત કર્યું છે કે આગામી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ પ્રકારની ગેરરીતિ કે અંધાધૂંધી ચલાવી લેવામાં આવશે નહીં.

આ પણ વાંચો---- Surendranagar: ધ્રાંગધ્રામાં અંધશ્રદ્ધાનો ખૌફનાક ખેલ, તાંત્રિક મહિલાએ 'બલિ' માટે બાળકનો જીવ લીધો!


Tags :
Advertisement

.

×