Jamnagar Politics : કાકા ભત્રીજી વચ્ચે શાબ્દિક પ્રહારો, વિક્રમ માડમે પૂનમબેનની ચેલેન્જ સ્વીકારી
- Jamnagar Politics : કાકા-ભત્રીજી વચ્ચે જંગ તેજ!
- સાંસદ પૂનમબેન માડમે કોંગ્રેસ-AAP ને આપી મોટી ચેલેન્જ
- "નેતાઓ સાથેનો ફોટો બતાવો તો રાજકારણ છોડી દઈશ"
- જામનગરમાં પૂર્વ સાંસદ વિક્રમ માડમે ચેલેન્જ કરી સ્વીકાર
- સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું
- ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ વચ્ચે સીધી લડાઈ
સૌરાષ્ટ્રની રાજનીતિમાં અત્યારે જામનગર કેન્દ્રસ્થાને છે. જામનગર બેઠક પર વર્તમાન સાંસદ પૂનમબેન માડમ અને પૂર્વ સાંસદ વિક્રમ માડમ વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું છે. આ કાકા અને ભત્રીજી વચ્ચેના જંગે જામનગરના રાજકારણને નવી ઊંચાઈ પર લાવી દીધું છે.
Jamnagar Politics : પૂનમબેન માડમની આકરી ચેલેન્જ
ભાજપના સાસંદ પૂનમબેન માડમે (Poonamben Maadam) વિપક્ષી ગઠબંધન પર પ્રહાર કરતા કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (AAP) ને એક મોટી ચેલેન્જ આપી છે. તેમણે જાહેરમાં કહ્યું કે, જો આમ આદમી પાર્ટી કે કોંગ્રેસના કાર્યકરો તેમના દિગ્ગજ નેતા સાથે ફોટો પડાવી આપે તો હું જાહેર જીવન છોડી દઈશ. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રશંસા કરતા કહ્યું કે, મોદીજી દરેક કાર્યકરને મળનારા અને સાંભળનારા નેતા છે. જ્યારે પણ કોઈ વિસ્તારના પ્રશ્નોની વાત આવે છે ત્યારે તેઓ સીધો સંવાદ કરીને સમસ્યાઓનો ઉકેલ લાવે છે.
Jamnagar MP Poonamben Madam vs former MP Vikram Madam
Jamnagar | પૂર્વ સાંસદ કાકા-સાંસદ ભત્રીજી આમને સામને, આપી 'જાહેર જીવન છોડી દેવાની ચેલેન્જ' | Gujarat First
સૌરાષ્ટ્રની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર
જામનગરમાં સાંસદ અને પૂર્વ સાંસદ સામસામે
કાકા અને ભત્રીજી વચ્ચે શાબ્દિક… pic.twitter.com/3v8FxHHH8B— Gujarat First (@GujaratFirst) April 15, 2026
Jamnagar Politics : વિક્રમ માડમનો વળતો પ્રહાર
પૂનમબેન માડમની આ ચેલેન્જને તેમના કાકા અને અનુભવી કોંગ્રેસ નેતા વિક્રમ માડમે (Vikram Maadam) તત્કાલ સ્વીકારી લીધી છે. વિક્રમ માડમે વળતો જવાબ આપતા કહ્યું કે, સાંસદની ચેલેન્જ વિક્રમ માડમ સ્વીકારે છે, નામ તમે નક્કી કરો, તમે જે ચેલેન્જ આપી તે 48 કલાકની અંદર, હું તો 24 કલાકની અંદર ચેલેન્જ સ્વિકારુ છું, તમે નામ ચોઈસ કરો, કોંગ્રેસને કાર્યકરને રાહુલ ગાંધી સાથે ઉભો રાખીને તેનો ફોટો પડાવીને તમે કહો તે જાહેર મંચ પર હું ડિક્લેર કરીશ, જો એ જાહેર મંચ પર એ કાર્યકરનો ફોટો નઈ મળે તો હું જાહેર જીવન છોડી દઈશ. 12 વર્ષની અંદર પહેલીવાર એક મર્યાદા હતી તે મર્યાદા તૂટી રહી છે. હું મારી વાતે ઉભો રહીશ, જનતા મને ઓળખે છે.
રાજકીય માહોલ ગરમાયો
પૂનમબેન માડમનું આ આક્રમક વલણ દર્શાવે છે કે તેઓ જામનગર બેઠક પર ભાજપના પક્ષમાં મજબૂત માહોલ હોવાનો દાવો કરી રહ્યા છે. સામે પક્ષે વિક્રમ માડમ પણ મેદાન છોડવા તૈયાર નથી. આગામી દિવસોમાં આ ચેલેન્જને લઈને જામનગરનું રાજકારણ વધુ રસપ્રદ બનશે તેવી પૂરેપૂરી શક્યતા છે.
આ પણ વાંચો : Jamnagar ના વિકાસનો 'રોડમેપ' તૈયાર! મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ 26 મુદ્દાઓ સાથે ભાજપનો મેનિફેસ્ટો જાહેર કર્યો


