Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Jamnagar News: 'હત્યા કેસમાં ફસાવી દઈશું', ધમકી આપી ગ્રાહક સાથે લાખો રૂપિયાની લૂંટ

જામનગરની જી.જી. હોસ્પિટલ રોડ પર આવેલા આયુર્વેદિક હોસ્પિટલના પાછળના ગેટ પાસે ₹15 લાખની લૂંટની ઘટનાએ ચકચાર મચાવી છે. સોનાની માળાના સોદાના બહાને બોલાવી ખરીદદારને નકલી માળા પધરાવીને આરોપીઓએ ધમકી આપી રોકડ રકમ લૂંટી લીધી હતી. આ મામલે ભોગ બનનારે ધના પરમાર અને વિજય નામના બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
jamnagar news   હત્યા કેસમાં ફસાવી દઈશું    ધમકી આપી ગ્રાહક સાથે લાખો રૂપિયાની લૂંટ
Advertisement

Jamnagar News: જામનગર શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ વધી રહ્યો છે ત્યારે વધુ એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. જી.જી. હોસ્પિટલ રોડ પર આવેલા આયુર્વેદિક હોસ્પિટલના પાછળના ગેટ પાસે લૂંટારુઓએ પોલીસને ખુલ્લો પડકાર આપ્યો છે.  ₹15 લાખની લૂંટની ઘટનાએ ચકચાર મચાવી છે. સોનાની માળાના સોદાના બહાને બોલાવી ખરીદદારને નકલી માળા પધરાવીને આરોપીઓએ ધમકી આપી રોકડ રકમ લૂંટી લીધી હતી. આ મામલે ભોગ બનનારે ધના પરમાર અને વિજય નામના બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સીટી બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

નકલી માળા પધરાવી ધમકીઓ આપી

પ્રાપ્ત માહિતી અનુસાર, ₹15 લાખની કિંમતની સોનાની માળાના સોદાના બહાને આખી ઘટનાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આરોપીઓએ સોદા માટે સ્થળ નક્કી કરી ફરિયાદીને ત્યાં બોલાવ્યા હતા. સોદાના સ્થળે પહોંચતા જ આરોપીઓએ અસલી સોનાની માળાને બદલે ખૂબ જ ચતુરાઈથી નકલી માળા પધરાવી દીધી હતી. જ્યારે ફરિયાદીને છેતરપિંડીનો અહેસાસ થયો, ત્યારે આરોપીઓએ પોતાનો અસલી ચહેરો બતાવ્યો હતો. આરોપીઓએ ફરિયાદીને અને તેમના પરિવારને ગંભીર ધમકી આપતા કહ્યું હતું કે, "જો તમે વધુ બોલશો તો દર્દી મરી જશે તો તમને હત્યાના કેસમાં ફસાવી દઈશું." આ ધમકી આપીને ફરિયાદીને ચૂપ કરી દેવામાં આવ્યા હતા.

Advertisement

 15 લાખની બેગ લઈને આરોપીઓ રફુચક્કર

આરોપીઓએ એટલી હદે માનસિક દબાણ બનાવ્યું હતું કે ભોગ બનનાર વ્યક્તિ કઈ સમજે તે પહેલા જ આરોપીઓ ધના પરમાર અને વિજય હાથમાં ₹15 લાખ રોકડ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયા હતા. ભોગ બનનારને એમ કહીને છેતર્યા કે તેઓ તાત્કાલિક દર્દીને હોસ્પિટલ લઈને જઈ રહ્યા છે, પરંતુ ખરેખર તે લૂંટનો એક ભાગ હતો.

Advertisement

પોલીસ તંત્રની તપાસ શરૂ

સમગ્ર ઘટના બાદ ફરિયાદીએ તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો. સીટી બી ડિવઝિન પોલીસ મથકે આરોપીઓ ધના પરમાર અને વિજય સામે લૂંટ અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. હાલ આ મામલે પોલીસે તપાસ તેજ કરી છે.

આ પણ વાંચોઃ Jamnagar: જામનગરના આંગણે અમેરિકી મહેમાન, ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ટિફની ટ્રમ્પ વનતારાની મુલાકાતે

Tags :
Advertisement

.

×