Jamnagar: રંગૂન વાલા હોસ્પિટલ પાસે મકાનની છત ધરાશાયી,એકનું મોત
- જામનગરમાં એક મકાનની છત ધરાશાયી
- કાટમાળ નીચે ફસાઈ જતા એક વ્યકિતનુ મોત
- મોટા પીરના ચોક વિસ્તાર વહેલી સવાર ઘટી ઘટના
- હુસેનભાઇ ખફી નામના 70 વર્ષીય વૃધ્ધાનુ મોત
Jamnagar: જામનગરમાં કાલાવડ નાકા બહાર રંગૂન વાલા હોસ્પિટલ પાસે એક મકાનની છત ધરાશાયી (building collapsed.)ઘટના સામે આવી છે.કાટમાળ નીચે ફસાઈ જતા એક વ્યકિતનુ મોત..મોટા પીરના ચોક વિસ્તાર વહેલી સવાર ઘટી ઘટના, હુસેનભાઇ ખફી નામના 70 વર્ષીય વૃધ્ધાનુ મોત, ફાયરે કરી બચાવ કામગી હાથ ધરી હતી.
દુર્ઘટનામાં વૃદ્ધનું મોત
મળતી માહિતી મુજબ, જામનગરના કાલાવડ નાકા નજીક રંગૂન વાળા હોસ્પિટલ પાસે મકાનની છત ધરાશાયી થવાની દુર્ઘટના બની છે.આ ઘટના વહેલી સવારમાં મોટી પીરના ચોક વિસ્તારમાં બની હતી .જેમાં 70 વર્ષના હુસેનભાઇ ખફી નામના વૃદ્ધનું કાટમાળ નીચે ફસાઈને દુઃખદ મોત નીપજ્યું હતું. ફાયર બ્રિગેડે તરત જ બચાવ કામગીરી શરૂ કરી.પરંતુ શ્રી ખફીનું મૃત્યુ થયું.
આ પણ વાંચો-ઉત્તરાયણના બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે થશે આ શુભ કાર્યો, જાણો આજનો કાર્યક્રમ
રાહત કામગીરી
હાલમાં, સ્થાનિક પોલીસ અને ગતિશીલ બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરીમાં જોડાઈ છે. મકાનના અવશેષોમાં કોઈ ફસાયેલા લોકોને બચાવવાનું કામ ચાલુ છે, અને રાહત માટે મેડિકલ ટીમો પણ તાત્કાલિક મોકલવામાં આવી છે.
આ પણ વાંચો-VADODARA : ઉત્તરાયણની રાત્રે દિવાળી અને નવરાત્રીની ઝલક જોવા મળી
ત્યારે બીજી બાજુ જામનગર નજીક દરેડમાં રહેતી અંબા દેવી સીતારામ જોશી નામની 15 વર્ષની તરુણીએ ગઈકાલે પોતાના ઘરે લોખંડની આડશમાં ચૂંદડી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના કુટુંબી રવિભાઈ બાબુભાઈ જોશીએ પોલીસને જાણ કરતાં પંચકોસી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે